________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નંબર:
૩૬
૩૭
૩૮
૩૯
દિનાંક:
૫-૧-૭૬
૬-૧-૭૬
૭-૧-૭૬
૮-૧-૭૬
પ્રવચન નંબર:
૪૦
૪૧
૪૨
દિનાંકઃ
.
૯-૧-૭૬
૧૦–૧-૭૬ અને
૧૧-૧-૭૬
સમયસાર શાસ્ત્ર, ગાથા ૧૩:
મથાળું:- એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક, જ્ઞાયક...જ્ઞાયકસામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે એમ સૂત્રકાર ગાથા (૧૩) માં કહે છે.
ગાથા-૧૩
* ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘મૂતાર્થન સમિાતા:’ ભૃતાર્થનયથી જાણેલ-એટલે કે છતી-વિધમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ ‘નીવા–નીવો' જીવ, અજીવ ‘~' વળી ‘મુખ્યપાવં’ પુણ્ય અને પાપ ‘7' તથા ‘આવસંવનિર્ઝરા:' આસવ, સંવર, નિર્જરા, ‘વન્ધ:’ બંધ ‘’ અને ‘ મોક્ષ: ' મોક્ષ ‘ સયવત્ત્વમ્'—એ નવતત્ત્વ સમ્યક્ત્વ છે. એટલે એ નવતત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર, જાણનાર જાણનારમાત્ર એકને જ દૃષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય.
ભાઈ! આ તો અભ્યાસ હોય તો સમજાય એવું છે. મેટ્રિક, બી. એ., એલ. એલ. બી. વગેરે અભ્યાસમાં કેટલોય વખત ગાળે. સંસ્કૃતના અભ્યાસમાં વરસો ગાળે પણ એ કાંઈ કામ આવે નહીં. અહીં તો આત્મા જ્ઞાયકપણે જે ત્રિકાળ છે તેના સંસ્કાર નાખવા, અનુભવ કરવો એ અભ્યાસ સાર્થક છે.
ગાથા-૧૩: ટીકા ઉ૫૨નું પ્રવચન
આ જીવાદિ નવતત્ત્વો-જીવ, અજીવ, પુણ્ય, પાપ આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કર્મ આદિ અજીવ છે, કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસ્રવ અને બંધ થાય છે તથા સંવર,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com