________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
[ સમયસાર પ્રવચન નિર્જરા અને મોક્ષ નિમિત્તના (કર્મના) અભાવમાં થાય છે. પણ આ નવે તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયક, શાકભાવ જે પૂર્ણજ્ઞાનઘન છે એની દષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુને માનવા કે નવતત્ત્વને ભેદથી માનવા તે કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક અનેકાંત છે.
અને ચારિત્ર? આત્મા અતીન્દ્રિય આનંદમૂર્તિ છે. એનું ભાન થઈને એમાં વિશેષ વિશેષ લીનતા-રમણતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે ચારિત્રદશા છે. પ્રથમ જેને સમ્યગ્દર્શન હોય તેને વિશેષ સ્થિરતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન ન હોય અને પાધરા (સીધા) વ્રત લઈને બેસી જાય એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. એ બધું મિથ્યાત્વની ભૂમિકા છે.
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યગ્દર્શન જ છે –એ નિયમ છે. જે નવતત્ત્વો છે તેમાં ત્રણલોકના નાથ ભગવાન આત્મા ચૈતન્યહીરલો બિરાજમાન છે. જેમ હીરાને અનેક પાસા છે તેમ આ ચૈતન્યહીરલાને ગુણરૂપ અનંત પાસા છે. એ અનંત પાસા (ગુણ) સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલા છે. આવી અનંતગુણમંડિત અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થનય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. અહીં શુદ્ધનયને ભૂતાર્થનય કહ્યો છે. અથવા ત્રિકાળી વસ્તુ એ જ શુદ્ધનય છે. આ વાત ૧૧મી ગાથામાં આવી ગઈ છે.
અહાહા...! જેને જાણે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતીન્દ્રિય-આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય છે કારણ કેવું હોય? બાપુ! (એ સાધારણ ન હોય.) એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદાની મૂળ રકમની વાત છે.
ઘરાકનો હિસાબ કરે ત્યારે કહે–રકમનું વ્યાજ તો આપ્યું, પણ મૂળ રકમ? મૂળ રકમ તો લાવ. એમ અનાદિની પુણ્યની ક્રિયા કરીકરીને મરી ગયો, પણ મૂળ રકમ શું છે એ તો જો. મૂળ મુદ્દાની રકમ તો ચૈતન્યજ્યોત પૂર્ણજ્ઞાનઘન નવતત્ત્વમાં પર્યાયપણે પરિણમેલી દેખાવા છતાં જે જ્ઞાયકપણે એકરૂપ છે તે છે. એને જાણે, માન્ય સમ્યક કહેતાં સત્યદર્શન છે. જેવું એનું પૂર્ણ સત્ સ્વરૂપ છે તેવી જ તેની પ્રતીતિ થવી તેને સત્યદર્શન કહે છે.ભાઈ! ધર્મની શરૂઆત અહીંથી થાય છે. એના વિના લાખોકરોડોનાં દાન કરે, મંદિરો બનાવે કે ઉપવાસ કરીને મરી જાય તોપણ એ બધું થોથેથોથાં છે. તો શું એ બધું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com