________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૯૩ ન કરવું? કોણ કરે? મંદિરાદિ બધું એના કારણે થાય છે. (શુભભાવને કારણે નહીં) પણ એ શુભભાવ આવે છે, એ હોય છે, બસ એટલું જ. તથાપિ એ શુભભાવ તે ધર્મ નથી; એ તો સંસાર છે, રખડવાનો ભાવ છે. પુણ્ય પોતે રખડાઉ છે, એનાથી રખડવું કેમ મટે ? એ પુણ્યભાવ-શુભભાવ સંસાર છે.
જેનું સ્વરૂપ કેવળી પણ પૂરું કહી શક્યા નહીં એવો તું કોણ અને કેવડો છું? ભાઈ, આ વાણી તો જડ છે એ ચૈતન્યનું સ્વરૂપ કેટલું કહે? એ અરૂપી ચૈતન્યઘન ભગવાન વાણીમાં કેટલો આવે? ઈશારા આવે, ભાઈ ! અહીં પૂર્ણજ્ઞાનઘન શબ્દ વાપરીને આચાર્ય એક ગુણ પૂર્ણ છે અને એવા અનંતગુણનો એકરૂપ પૂર્ણજ્ઞાનઘન પ્રભુ આત્મા છે એમ દર્શાવ્યું છે. એને જ્ઞાનમાં લઈને-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું મૂળ છે. જેમ મૂળ વિના, ડાળી ને પાંદડાં, ફળ આદિ હોતાં નથી તેમ સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના ચારિત્ર કે વ્રત, તપ હોતા નથી.
અહાહા..! જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે-તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવતત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણે જીવ-એક સમયની જીવની પર્યાય તે અહીં જીવ કહે છે; અજીવ-અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે; પુણ્ય-દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્યભાવ છે; પાપ-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ રળવા-કમાવાનો, દુકાન ચલાવવાનો, દવા-ઈન્જકશન દેવાનો ભાવ, તે પાપભાવ છે; એ પુણ્ય અને પાપ બન્ને ભાવ તે આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સૂવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસ્રવ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવાં (કર્મનાં) આવરણ આવે તે આસ્રવ છે; સંવર-આત્મા શુદ્ધસ્વરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે; નિર્જરા –સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે; બંધ-દયા દાન આદિ જે વિકલ્પ ઊઠે તેમાં અટકવું તે બંધ છે; મોક્ષ વસ્તુ જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે.
કોઈને એમ થાય કે આ બધું શું છે? નવું નથી, બાપુ ! તને નવું લાગે છે. કેમકે તારી ચીજ એકરૂપ શું અને એ ચીજની આ દશાઓ શું એ કોઈ દિવસ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com