________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯O
[ સમયસાર પ્રવચન (૩૫નાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम्। विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोडभ्युदेति।।१०।।
કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.
આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્ધ - [શુદ્ધનય: માત્મસ્વમવં પ્રાશયન ગમ્યુતિ] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [ પરમાવમિન્નમ ] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો–એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [માપૂર્ણ ] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે–સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી, તે [મારિ –મન્ત– વિમુp૫] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે. (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને કયારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પરિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [ ૧] આત્મસ્વભાવને એક-સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [ વિતીન – સકૃત્વ—વિરુત્વ–નાનં] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને જ્ઞયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com