________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
[ સમયસાર પ્રવચન આગળ અગિયારમી ગાથામાં તો જ્ઞાયકને શુદ્ધનય કહ્યો છે, અને એ એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે તેથી શુદ્ધનય એ જ એક આદરણીય છે. આત્માનો આશ્રય લઈને જે શુદ્ધ પરિણમન થયું એને શુદ્ધનય થયો એમ પણ કહેવામાં આવે છે. એટલે કે શુદ્ધનયનો આશ્રય લઈને જે પર્યાય થઈ તે પર્યાયમાં “શુદ્ધ' નું ભાન થયું માટે તેને શુદ્ધનય કહ્યો છે. પરિણમન તે શુદ્ધનય, પરિણમનમાં જે ધ્રુવ લક્ષમાં આવ્યો તેને પણ શુદ્ધનય કહે છે. સમયસાર આસ્રવ અધિકાર કળશ ૧૨૦ માં આવે છે કે શુદ્ધનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ બંધરહિત એવા સમયના સારને દેખે છે-અનુભવે છે.
હું કેવળજ્ઞાનસ્વરૂપ શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. એનો અર્થ એમ છે કે ત્રિકાળી વસ્તુ જે છે તે જે જ્ઞાનમાં ખ્યાલમાં આવી તેને શુદ્ધનયા કહ્યો. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. કેવળજ્ઞાન થતાં ચૈતન્યનો આશ્રય સંપૂર્ણ પૂરો થઈ ગયો એ અપેક્ષાએ કેવળજ્ઞાનને સાક્ષાત શુદ્ધનય કહેલો છે. વળી શુદ્ધ સ્વરૂપ દ્રવ્યસ્વભાવમાં કેવળજ્ઞાનની પર્યાયનો અભાવ છે. તથા પર્યાય હોવાથી કેવળજ્ઞાનને સદ્ભુત વ્યવહારનયનો વિષય કહ્યો છે. તેથી જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે બરાબર સમજવી જોઈએ.
જીવ અનાદિથી કર્મના ઉદયને વશ થઈ પરિણમતાં રાગાદિનું સેવન કરતો હતો. તેથી સંસાર હતો. અહીં શાયકને લક્ષમાં લઈ તે એકને જ ઉપાસવામાં આવતાં, તેને રાગાદિ સંસાર છૂટી જતાં, શુદ્ધ કહેવામાં આવે છે. ઉત્પાદ-વ્યય, રહિત જે એકરૂપ જ્ઞાયકભાવ તેના લક્ષે જે નિર્મળ પરિણમન થયું તેમાં આત્મા શુદ્ધ પ્રતિભાસ્યો તેને શુદ્ધ” કહેવામાં આવે છે. આ પ્રમાણે ત્રણ પદોની વ્યાખ્યા થઈ.
હવે ચોથું પદ છે વો નો સો ટુ સો જેવા દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. છાણાં, લાકડાં વગેરેને દાહ્ય કહેવાય છે. અગ્નિ તેના આકારે થાય છે તેથી અગ્નિને દહન કહેવાય છે. તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવા યોગ્ય પદાર્થના આકારે અગ્નિ થયો એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. તેના આકારે પરિણમ્યો માટે અગ્નિ પરાધીન છે એમ નથી. છાણાના આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી. સ્વયં અગ્નિ તેવા આકારરૂપે પરિણમ્યો છે. દાહ્યના આકારે પરિણમતો અગ્નિ દાર્શ્વના કારણે નહીં, પણ સ્વયં પોતાના કારણે તેવા આકારે પરિણમે છે. આતો દષ્ટાંત થયું, હવે સિદ્ધાંત કહે છે.
યાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્યપાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે, શરીર, મન, વાણી, રાગ, આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન શેયાકારે પરિણમે છે, છતાં શેયના જ્ઞયાકાર થાય છે એવી પરાધીનતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com