________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૮૩ છે. તેમ ચિદાનંદજ્યોતિ, જ્ઞાનજળ ભગવાન આત્મા, જ્ઞાન જેનો આકાર છે એવો આત્મા દેહદેવળમાં રહેલો છે. તે દેહાકાર હોવા છતાં દેહના આકારથી તદ્દન જુદો છે. શરીર તો પુદ્ગલાકાર છે, ભગવાન આત્મા ચૈતન્ય-આકાર છે. બંને જુદ-જુદા છે.
આત્માની એકે-એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એકસ્વરૂપ છે. તે નવતત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, ષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય છતાં જ્ઞાનક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. જેમ અગ્નિ લાકડું; છાણું ઈત્યાદિ આકારે ભેદપણે પરિણમેલો દેખાય છતાં અગ્નિ પોતાનું અગ્નિપણું-ઉષ્ણપણું છોડતો નથી, તે ઉષ્ણપણે જ કાયમ રહે છે. તેમ ભગવાન આત્મા નવતત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાયક એક જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે.
ભાઈ ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તે જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. સાકર અને સેકેરીન બન્નેમાં મીઠાશ છે. પણ સાકરના બહુ મોટા ગાંગડા કરતાં પણ બહુ અલ્પપ્રમાણ સેકેરીનમાં અનેકગણી મીઠાશ છે. તેથી વસ્તુનું કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા શરીરપ્રમાણ (શરીરપણે નહીં) હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાસ તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્યસ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે.
* કળશ ૭ ભાવાર્થ ઉપરનું પ્રવચન * નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. જેમ
અગ્નિને છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ એમ કહેવાય, પણ અગ્નિ તો અગ્નિપણે છે. ભિન્ન ભિન્ન ઈધનના આકારે અગ્નિ થયેલો હોય એમ ભલે દેખાય પણ એ અગ્નિનો જ આકાર છે, લાકડા કે છાણા વગેરે ઈધનનો નથી. તેમ આત્મા જ્ઞાયકસ્વરૂપ પરને જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે જે પરિણમે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપ કાયમ રહીને પરિણમે છે. પરપણેઅજીવપણે, રાગપણે, દ્વેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઇને પરિણમે છે એમ નથી, જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com