________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
[ સમયસાર પ્રવચન જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર-યાકારે જ્ઞાન થયું એમ કહેવાય, પણ તે જ્ઞાનપણું છોડીને જ્ઞયાકાર થઈ ગયું છે એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ તેનું જ્ઞાન જ્ઞય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરશયપણે થતું નથી એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્યસ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.
હવે સૂત્રકાર ગાથામાં કહે છે કે ત્રિકાળી જ્ઞાયકભાવને, જ્ઞાયક, જ્ઞાયક... જ્ઞાયકસામાન્યને શુદ્ધનયથી જાણવો એ સમ્યગ્દર્શન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com