________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
[ સમયસાર પ્રવચન વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ દ્રવ્યદૃષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. પર્યાય ઉપરથી નજર ખસેડી લઈ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરે નહીં અને લોકો બહારની ધમાલમાં રોકાઈ જાય, વ્રત કરે, જાત્રા કરે, ભક્તિ આદિ કરે પણ તેથી શું વળે? અહીં તો કહે છે કે તું જ્ઞાયક મહાપ્રભુ છો તેમાં દષ્ટિ એકાગ્ર કરવી એ ભક્તિ છે અને એ મોક્ષમાર્ગ છે.
વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, વસ્તુ પોતે અશુદ્ધપણે થઈ નથી. વસ્તુ અશુદ્ધ ત્રણ કાળમાં થાય પણ નહીં, કેમકે વસ્તુમાં વિકાર થાય એવો કોઈ ગુણ નથી. વસ્તુ જે આત્મા છે તેમાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ અનંત અનંત ગુણો છે, પણ કોઈ ગુણ એવા નથી કે વસ્તુમાં વિકાર કરે. વિકાર તો પર્યાયમાં પર નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ગુણમાં વિકાર થાય એવો ભાવ નથી, પણ પરના લક્ષ પર્યાય વિકારી થાય છે. દ્રવ્યદષ્ટિમાં આ અશુદ્ધતાને ગૌણ કરીને વ્યવહાર, અસત્યાર્થ, અભૂતાર્થ, ઉપચાર કહી છે. તેમાં આશય એમ છે કે પર્યાયની અશુદ્ધતાનું લક્ષ છોડાવી વસ્તુ જે આત્મા તેની દષ્ટિ કરાવવી છે. વસ્તુસ્વભાવની મુખ્યતામાં પર્યાય ગૌણઅમુખ્ય છે તેથી તેને વ્યવહાર કહીને જૂઠી છે, અસત્યાર્થ છે એમ કહેલ છે. અસત્યાર્થ કહીને ઉપચાર છે એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને ઉપચાર કહી છે. છે તો ખરી, પણ તેનું લક્ષ કરવા યોગ્ય નથી તેથી દ્રષ્ટિમાં તેને ગૌણ કરી ઉપચાર કહેલ છે.
અહાહા...! સુખનિધાન પ્રભુ આત્મા દુ:ખરૂપ કેમ પરિણમે? દુઃખપણે તો પર્યાય પરિણમી છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ છે. ગુણ કદીય વિકારી થયો નથી. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવનું આ કથન છે. જૈનદર્શન સિવાય બીજે ક્યાંય આવી વાત નથી.
પર્યાય જે અશુદ્ધ થઇ છે તે દ્રવ્યમાં નથી. કોઈ એમ કહે કે પર્યાય જે શુદ્ધ થઈ તે તો દ્રવ્યમાં છે ને? તો તે શુદ્ધ પર્યાય પણ દ્રવ્યમાં નથી, પણ એની વાત અહીં નથી કેમકે શુદ્ધ પર્યાય તો દ્રવ્યનો આશ્રય કરે છે. અને જે અશુદ્ધતા છે તેને દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ કરીને અસત્યાર્થ કહેલ છે. દ્રવ્યદષ્ટિ એટલે જે પર્યાય નિર્મળ થઈ એ પર્યાયનો વિષય જે દ્રવ્ય ત્રિકાળી છે, તે તરફ એ વળી છે. તેમાં અશુદ્ધતા નથી એમ કહેવા માગે છે. વળી પર્યાય દ્રવ્ય તરફ વળી એમાં અશુદ્ધતા ગૌણ છે. ઘણા પ્રકારે કથન આવે ત્યાં અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
હવે કહે છે-દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે. દ્રવ્યદષ્ટિ એટલે વસ્તુસ્વભાવથી જોતાં દ્રવ્ય શુદ્ધ છે અને એની દૃષ્ટિ કરતાં જે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ તે પોતે પણ શુદ્ધ છે, અને શુદ્ધ દ્રવ્ય તે એનું ધ્યેય છે. બાપુ! આ તો આત્મકથા છે. જૈનમાં જન્મ્યા છતાં ખબર ન મળે કે દ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com