________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ].
૬૯ જયસેન આચાર્યદવે સ્પર્શન્દ્રિય અને રસના-ઈન્દ્રિય એ એના વિષયસેવનને “કામ” માં ગયા છે અને ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને કર્મેન્દ્રિય એ ત્રણના વિષયોને ભોગમાં લીધા છે. (આ પાંચમાં અંદરના ભાવની વાત છે). આવી કામભોગની કથા જીવને વારંવાર સાંભળવામાં અને પરિચયમાં આવી ગઈ છે. રાગની -વિકલ્પની જીવને આદત પડી ગઈ છે, અર્થાત રાગનો અનુભવ, રાગનું વેદવું અનંતવાર કર્યું છે તેથી તે એને સુલભ છે.
અરેરે! મનુષ્યપણું એને અનંતવાર મળ્યું છે, એ કાંઈ પહેલવહેલું નથી. જીવ તો અનાદિ અનંત છે ને? એટલે અનંતકાળમાં મનુષ્યપણું તો અનંતવાર મળ્યું છે. એમાં કોઈકવાર તો દયા, દાન, પૂજા આદિના શુભરાગની અને કોઈકવાર હિંસા, જૂઠ, ચોરી આદિના અશુભરાગની એમ પુણ્ય-પાપના ભાવોની એને આદત પડી ગઈ છે. એટલે કહે છે કે રાગભાવનું થવું અને રાગભાવનું ભોગવવું એ તો અનંતવાર શ્રવણમાં, પરિચયમાં અને અનુભવમાં આવી ચૂકયું છે, તેથી તે સુલભ છે.
પરંતુ, અરે ! રાગથી ભિન્ન ભગવાન આત્માનું એકત્વપણું એણે કદી સાંભળ્યું નથી. એટલે કે રાગથી ભિન્ન પડી નિર્મળ પર્યાયથી અંદર શાયકની દષ્ટિ કરવી એવું કદીય સાંભળ્યું નથી. આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ રાગથી ભિન્ન છે, તે રાગના લક્ષ જણાય નહીં. પણ રાગની ભિન્ન પડેલી નિર્મળ દશામાં શુદ્ધ આત્મા જણાય છે એવી વાત કદીય સાંભળી નથી, પછી પરિચયમાં અને અનુભવમાં તો ક્યાંથી આવી હોય !
ભગવાન કુંદકુંદાચાર્યદવ નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતા. આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રચુર વસંવેદન કરતા હતા. તે મહાવિદેહમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. સીમંધર એટલે સ્વરૂપની પૂર્ણતાની સીમા ધરનારા “સીમંધર નાથ'. તેમની પાસે તે સાક્ષાત સદેહે ગયા હતા. ત્યાં કેવળી અને શ્રુતકેવળીની વાણી સાંભળી, તેમણે આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે કે- ભિન્ન આત્માનું એકપણું એટલે કે પરથી ભિન્ન રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવું એકપણું એણે અનંતકાળમાં કદીય સાંભળ્યું નથી. મુનિરાજ પદ્મનંદીએ કહ્યું છે ને કે
तत्प्रपि प्रीतिचितेन येन वार्ताऽपि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।। અધ્યાત્મની (રાગથી ભિન્ન આત્માની) વાર્તા પણ જે જીવે પ્રસન્ન ચિત્તથી – રુચિ લાવીને સાંભળી છે તે ભવિષ્યમાં મોક્ષનું ભાજન થાય છે. અહીં કહે છે કે ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મામાં એકપણું માની એકાગ્ર થવું એ એણે કદી સાંભળ્યું નથી. રાગનું અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com