________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧]
૨૨૯
આત્મા જ છે. ભાઈ! આ તો જિનેન્દ્રનો માર્ગ એટલે આત્માનો માર્ગ. આત્મા જિનસ્વરૂપ જ છે. કહ્યું છે ને કે
‘જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
એ હી વચન સે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.’
શિષ્ય એટલું તો લક્ષમાં લીધું કે અબદ્ધ-સ્પષ્ટ એવા ભૂતાર્થને આત્મા કહે છે. તથા એવા આત્માની અનુભૂતિને ધર્મ કહે છે. હવે શિષ્ય પૂછે કે એવા આત્માની અનુભૂતિ કેમ થાય ? એવો આત્મા તો અમારા દેખવામાં આવતો નથી તો અનુભવ કેમ થાય? અમારી નજરમાં તો બદ્ધસૃષ્ટાદિ ભાવો આવે છે તો એનો અનુભવ કેમ થાય?
એનું સમાધાનઃ- શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે કે બહ્વસૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બદ્ધસૃષ્ટાદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કા૨ણે એનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ અને રાગાદિનો સંબંધ જે છે એ કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે.
પ્રશ્ન:- જે છે એને અભૂતાર્થ-અસત્યાર્થ કેમ કહ્યા? વર્તમાન પર્યાય તરીકે સત્ય છે, પણ ત્રિકાળ ધ્રુવમાં એ નથી. તથા બદલી જાય છે તેથી કાયમ રહેવાવાળા નથી માટે ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યા છે. ભૂતાર્થ ત્રિકાળી ચીજ ભગવાન આત્માનો આશ્રય કરતાં એ અભૂતાર્થ છે એટલે એનો નાશ થઈ જાય છે. વ્યવહા૨ે વ્યવહાર છે, પરંતુ ભૃતાર્થનું લક્ષ થતાં એ છૂટી જાય છે એ અપેક્ષાથી અભૂતાર્થ કહેવામાં આવે છે.
બદ્રસૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે એ વાતને હવે દષ્ટાંતથી પ્રગટ કરે છે:
જેવી રીતે કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. અવસ્થાદષ્ટિથી જોઈએ તો પાણીમાં ડૂબેલું કમલિનીનું પત્ર પાણી સાથે વ્યવહારથી સંબંધમાં છે એ સત્ય છે. પાણીના સંબંધમાં કમલિનીનું પત્ર જ નહીં એમ નથી. જળમાં ડૂબેલું છે એવી અવસ્થાથી જોતાં જળ અને કમલિની-પત્રનો સંબંધ ભૃતાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અમૃતાર્થ છે-અસત્યાર્થ છે. કમલિનીના પત્રની રૂંવાટી જ એવી સુંવાળી હોય છે કે પાણી તેને અડતું-સ્પર્શતું જ નથી. કમલિની-પત્રના સ્વભાવની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com