________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
[ સમયસાર પ્રવચન નિશ્ચયનય. કેમકે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી. નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ આવે છે. તેથી નિશ્ચયનય શુદ્ધ છે. (પૂજ્ય છે). (નિશ્ચયનય એકને જ વિષય કરે છે અને એક છે તે જ શુદ્ધ છે ).
૧૧ મી ગાથામાં “મૂલ્યો સિવો ટુ સુદ્ધનો ' એમ કહ્યું ત્યાં જે ત્રિકાળી જ્ઞાનાનંદ એકરૂપ વસ્તુ આત્મા તેને સત્યાર્થ કહી શુદ્ધનય કહ્યો. નય અને નયના વિષયનો ભેદ ત્યાં કાઢી નાખીને ત્રિકાળીને શુદ્ધનય કહ્યો છે. અહીં કહે છે કે એવી સત્યાર્થ અબદ્ધસ્કૃષ્ટ ત્રિકાળી જે ચીજ તેની અનુભૂતિ તે શુદ્ધનય છે. ત્રિકાળી સત્યાર્થ વસ્તુમાં ઝૂકીને એકાગ્ર થતાં જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિમાં ત્રિકાળીનો યથાર્થ નિર્ણય થાય છે અને તે શુદ્ધનય છે.
સવિકલ્પ નિર્ણય પ્રથમ હોય છે. ૧૩ મી ગાથામાં આવ્યું ને કે અજ્ઞાનીના (વેદાંતાદિના) અભિપ્રાયથી ભિન્ન ભગવાને જેવું વસ્તુતત્વ કહ્યું છે તેવું સિદ્ધ કરવા પ્રથમ નય, નિક્ષેપ, પ્રમાણથી વિકલ્પપૂર્વક નિર્ણય કરે છે પણ એ કોઈ વાસ્તવિક નિર્ણય નથી. વસ્તુતત્ત્વનો અનુભવ કરીને નિર્ણય કરવો અને એ નિર્વિકલ્પ અનુભૂતિમાં વસ્તુ આ જ્ઞાયક શુદ્ધ છે એવો ભાસ થઈ જવો એને યથાર્થ નિર્ણય અને શુદ્ધનય કહે છે.
વેદાંત કહે છે એવો શુદ્ધ આત્મા છે નહીં. આ તો શુદ્ધ છે એવો પર્યાયમાં અનુભવ થવો એને શુદ્ધ કહે છે. વેદાંત તો પર્યાયને માનતો જ નથી. વેદાંત સાથે જૈનધર્મને કોઈ મેળ નથી.
વળી કોઈ એમ કહે છે કે કુંદકુંદાચાર્યદેવે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. એવા લોકોને કાંઈ ખબર જ નથી. વેદાંત એ કોઈ ચીજ છે? વેદાંતમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ક્યાં છે? ભાઈ ! આ તો સર્વજ્ઞદેવ વીતરાગની વાણી છે. આવી વાત બીજે છે જ કયાં? અહાહા...! આત્મા અનંત ગુણનો પિંડ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છે અને એવા શુદ્ધ એની અનુભૂતિ થવી એ શુદ્ધનયછે. આ અનુભૂતિ એ આત્મા જ છે. આવી વાત બીજે ક્યાંય નથી.
એ અનુભૂતિ આત્મા જ છે. એને શુદ્ધનય કહો, આત્મા કહો એ બધું એક જ છે, અલગ નથી. અહીં અલગ નથી એ આખી ચીજની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી અનુભૂતિ એ તો દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ભિન્ન છે. પરંતુ જેવું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તેવી શુદ્ધની જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માની જાતની જ છે તેથી આત્મા જ છે એમ કહ્યું છે. જેમ રાગ ભિન્ન ચીજ છે તેમ અનુભૂતિ ભિન્ન નથી તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com