________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૩
ભાગ-૧ ] તત્કાળ-શીધ્ર “નિર્મિ' ભિન્ન કરીને (જાણીને) –જુઓ, અહીં શું કહે છે? રાગથી કે પૈસા ખર્ચવાથી ધર્મ થાય એવી માન્યતાવાળાનું ધર્મમાં કોઈ સ્થાન નથી એમ કહે છે. થેલામાં કડવું કરિયાતું ભર્યું હોય અને ઉપર નામ લખે સાકર તેથી કાંઈ કરિયાતું સાકર ન થઇ જાય. એમ પરની ક્રિયા અને રાગની ક્રિયા કરે અને નામ ધર્મનું આપે તો એ કાંઈ ધર્મ ન થઈ જાય. એ તો મિથ્યાશ્રદ્ધાન છે. સમ્યગ્દષ્ટિ શુભાશુભ બન્ને ભાવને પોતાનાથી ભિન્ન જાણે છે. એ બન્ને પ્રકારના વિકલ્પોને તત્કાળ આત્માથી ભિન્ન જાણીને તથા ‘મો' તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને ‘દવા' પોતાના બળથી (પુરુષાર્થથી) “વ્યાહત્ય' રોકીને-એટલે શુભભાવથી ધર્મ થશે એવી મિથ્યા માન્યતાને પોતાના સ્વભાવના પુરુષાર્થ વડ રોકીને -નાશ કરીને ‘મન્ત:' અંતરંગમાં પૂર્ણાનંદનો નાથ છે એનો ‘વિરુન મો વનયતિ' અભ્યાસ કરેદેખે-અનુભવ કરે, સાક્ષાત્કાર કરે તો ‘મયમ્ માત્મા’ આ આત્મા ‘માત્માનુભવ–
ચં–મહિમા' પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો – દેવ-ગુરુ-શાસ્ત્રથી કે તેમની ભક્તિના રાગથી નહીં, પણ પોતાના અંતરઅનુભવથી જ જણાવાયોગ્ય છે એવો- ‘વ્ય:' વ્યક્ત છે. વ્યક્તિ એટલે પ્રગટ છે. એક સમયની પર્યાયથી રહિત ત્રિકાળી વસ્તુ આત્મા પોતાની અપેક્ષાએ અનુભવગમ્ય છે તેથી વ્યક્ત છે. એક સમયની જ્ઞાન–વીર્ય આદિની પ્રગટ-વ્યક્ત પર્યાયની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ આત્મા અવ્યક્ત કહી છે. વળી ‘ધ્રુવ' ભગવાન આત્મા કોઈથી ચળે નહીં તેવો નિશ્ચલ છે, “શાશ્વત:' શાશ્વત કહેતાં ઉત્પત્તિ-વિનાશરહિત છે. શરીર, કર્મ તથા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન આત્માનો અંતરંગમાં અનુભવ કરે તો આત્મા પ્રગટરૂપ, નિશ્ચલ અને શાશ્વતરૂપે રહેલો છે. વળી ‘નિત્ય ન$–પટ્ટ–વિઝન' નિત્ય કર્મ-કલંક-કર્દમથી રહિત છે. દ્રવ્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ તો અનાદિ-અનંત કર્મકલંકથી રહિત અંદરમાં પોતે ‘સ્વયં દેવ:' સ્તુતિ કરવા યોગ્ય દેવ ‘ગારસ્તે' બિરાજમાન છે.
આ જે ભગવાન થઈ ગયા તેમની કે સ્વર્ગના દેવની વાત નથી. આ તો પોતે સ્વયં દેવ છે એની વાત છે. દેહદેવળમાં દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્યસત્તા અંદર પરમાત્મસ્વરૂપે નિત્ય બિરાજમાન છે. પરમાત્મસ્વરૂપે ન હોય તો પ્રગટ થાય કયાંથી? આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ દેવ છે. પણ અરે ! “નજરની આળસે રે, નયણે ન નીરખ્યા હરિ.” –નજરની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિધાન દેખાતું નથી. નજરને (પર્યાય ઉપરથી ખસેડી) અંતરમાં વાળીને અનુભવ કરે તો આત્મદેવનાં દર્શન થયા વિના રહે નહીં. ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છઠ્ઠ-સાતમે ઝૂલનારા સંતની (મુનિરાજની) વાત તો અલૌકિક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com