________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
( [ સમયસાર પ્રવચન * કળશ ૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત, અવિનાશી ચૈતન્યમાત્ર દેવ અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. જ્ઞાનીઓ કહે છે અત્યારે હમણાં જ શુદ્ધનયથી આત્માને જોવામાં આવે તો જ્ઞાનસ્વભાવમાત્ર આત્મા-જ્ઞાન, શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓની દિવ્યતાને ધારણ કરનાર દેવ અંતરંગમાં વિરાજી રહ્યો છે. આ તીર્થંકરદેવની વાત નથી. આ તો તીર્થકરગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ પણ જેમાં નથી એવા ત્રિકાળી શુદ્ધ આત્મદેવની વાત છે. તીર્થકરગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ ધર્મ નથી, એ બંધભાવ છે. જે ભાવથી બંધન પડે તે ધર્મ નહીં. સીધી સ્વતંત્ર છે. ત્રણે કડક ભાષામાં કહીએ તો એ અધર્મ છે. જગતથી જુદી વાત છે. માને ન માને, જગત કાળ પરમાર્થનો માર્ગ તો એક જ છે. ચૈતન્યનો પુંજ ચિદાનંદઘન અનંતશક્તિનો સાગર આત્મા સ્તુતિ કરવા લાયક સ્વયં દેવ છે. વર્તમાન અવસ્થાની જેને દષ્ટિ છે એવો અજ્ઞાની પર્યાયબુદ્ધિ બહિરાત્મા જીવ એને બહાર ટૂંઢે છે એ મોટું અજ્ઞાન છે.
પંડિત બનારસીદાસજી ગૃહસ્થ હતા, મહા જ્ઞાની હતા, વસ્તુસ્થિતિના જાણકાર હતા. એમણે સમયસાર નાટકના બંધદ્વારમાં આ અંગે સુંદર વાત લખી છે. કહે છે -
કેઈ ઉદાસ રહેં પ્રભુ કારન, કઈ કહું ઉઠી જાંહિ કહીં કે, કઈ પ્રનામ કરૈ ગઢિ મૂરતિ, કઈ પાર ચ ચઢિ છકે, કેઈ કહે અસમાનકે ઊપરિ, કેઈ કહૈ પ્રભુ હેઠિ જમીકે,
મેરો ધની નહિ દૂર દિસન્તર, મોહિમેં હૈ મોહિ સૂઝત નીÁ. ૪૮ આત્માને જાણવા માટે અર્થાત્ ઈશ્વરની ખોજ કરવા માટે કોઈ તો ત્યાગી બની ગયા છે, કોઈ બીજા ક્ષેત્રમાં યાત્રા આદિ માટે જાય છે, કોઈ પ્રતિમા બનાવીને નમસ્કાર, પૂજન કરે છે, કોઈ ડોળીમાં બેસીને પર્વત ઉપર ચઢે છે, કોઈ કહે છે ઈશ્વર આકાશમાં છે, અને કોઈ કહે છે કે પાતાળમાં છે. પરંતુ પંડિતજી કહે છે કે મારો પ્રભુ મારાથી દૂર નથી, મારામાં જ છે, અને મને સારી પેઠે અનુભવમાં આવે છે.
ચૈતન્યચમત્કાર અવિનાશી આત્મદેવ અંતરંગમાં વિરાજમાન છે. એને અજ્ઞાની શત્રુંજય, ગિરનાર અને સમ્મદશિખરમાં મળી જશે એમ બહાર શોધે છે. જાણે પ્રતિમાના પૂજનથી મળી જશે એમ માની પૂજા આદિ કરે છે. પણ એ તો બહારના (પર) ભગવાન છે. એ ક્યાં તારો ભગવાન છે? તારો ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ અંતરંગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com