________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૩૭ અખંડ વસ્તુ છે, તેમાં ભેદ કે રાગ નથી. તેને વ્યવહારનય પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહ્યો છે.
અભૂત અર્થને પ્રગટ કરે છે એવો વ્યવહારનય ચાર પ્રકારે છે. (૧) ઉપચરિત અસભૂત વ્યવહારનય (૨) અનુપચરિત અસભૂત વ્યવહારનય (૩) ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય (૪) અનુપચરિત સભૂત વ્યવહારનય.
આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સરૂપ વસ્તુમાં નથી તેથી અસદ્દભૂત છે. ભેદ પાડયો તેથી વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી તે અનુપચરિત અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે.
આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમાં આત્માનું જ્ઞાન રાગને જાણે, પરને જાણે એમ કહેતા-તે જ્ઞાન પોતાનું હોવાથી સભૂત, ત્રિકાળીમાં ભેદ પાડયો માટે વ્યવહાર અને જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આ રીતે રાગનું જ્ઞાન એમ કહેવું ( અર્થાત્ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું ) તે ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય છે.
જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત સભૂત વ્યવહાર છે. “જ્ઞાન તે આત્મા” એમ કહેતાં ભેદ પડ્યો તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે માટે તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય છે.
ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે. તે ભૂતાર્થ છે. વ્યવહારના ઉપરોક્ત ચારેય પ્રકાર ત્રિકાળી જ્ઞાયકમાં નહીં હોવાથી અસત્યાર્થ છે, જૂઠા છે. વળી ધ્રુવ આત્મા અને વર્તમાન પર્યાય બન્નેને સાથે લઈએ તો તે પણ વ્યવહારનય-અશુદ્ધનયનો વિષય થઈ જાય છે. તેથી તે પણ અભૂતાર્થ-અસત્યાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરની વાણીમાં જે આવ્યું તે કુંદકુંદાચાર્યદવ અહીં જાહેર કરે છે. કહે છે-ત્રિકાળી ચીજ જ્ઞાયક જે છે તે મુખ્ય છે, સત્ય છે, ભૂતાર્થ છે. તેમાં “જ્ઞાન તે આત્મા' એવો જે ભેદ પડ્યો તે ગૌણ છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
અરે! આ ભરતક્ષેત્રમાં ભગવાનના વિરહ પડ્યા. ધર્મના સ્વરૂપમાં પાછળથી અજ્ઞાનીઓએ અનેક પ્રકારે ફેરફાર કરી નાખ્યો. કોઈ કહે છે કે મૂર્તિ માને તો ધર્મ થાય, તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com