________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
[ સમયસાર પ્રવચન જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે શેયાકારે પરિણમે છે એમ છે જ નહીં. આ જ્ઞાયક રૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઈત્યાદિ પરિણામ જે શેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, અન્ય જ્ઞયરૂપ થતો નથી. શયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, જ્ઞયની નથી. જ્ઞાનની પર્યાય જ્ઞયના જાણનપણે થઈ માટે તેને શેયકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે શેયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહીં? તો કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનું પરિણમન-શાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહીં. આ શાસ્ત્રના શબ્દો જે ય છે એ શેયના આકારે જ્ઞાન થાય છે પણ તે જ્ઞય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણકાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ શયનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે. જ્ઞાન જ્ઞયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, શૈય છે માટે પરિણમે છે એમ નથી. હવે સુગમ ભાષામાં ભાવાર્થ કહે છે.
| * ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મામાં પુણ્ય-પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ વિકલ્પો એ રાગ છે, મલિનતા છે અને એ પરદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે. પણ તેથી મૂળદ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે રાગાદિરૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપે રહે છે. દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાયદષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. પંડિત જયચંદ્રજીએ બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે કે પર્યાયદષ્ટિથી જુઓ તો તે મલિન જ દેખાય છે. અને દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઇ જડપણું થયું નથી.
અહીં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરી કહ્યું છે, પર્યાયમાં જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અહીં મલિન પર્યાય જે પ્રમાદના ભાવ એ તો પદ્રવ્યસંયોગજનિત છે પણ એના અભાવથી જે અપ્રમત્તદશા થાય તેને પણ પદ્રવ્યના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com