________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન (અનુકુમ ) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।।
શબ્દ, અર્થ ને જ્ઞાન-સમયત્રય આગમ ગાયા, કાળ, મત, સિદ્ધાંત-ભેદત્રય નામ બતાવ્યા; તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહું, અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે, આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન ગ્રહે. ૪. નામાદિક ષટ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર; વિઘ્નહરણ, નાસ્તિકહરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. ૫. સમયસાર જિનરાજ છે, સ્વાવાદ જિનવેણ;
મુદ્રા જિન નિર્ચથતા, નમું કહે સહુ એન. ૬. આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા ) મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે:
શ્લોકાર્થઃ- [ના: સમયસારીય] “સમય” અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર-જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારા નમસ્કાર હો. તે કેવો છે? [ભાવીય] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [ વિસ્વમાવાય] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે? [સ્વાનુમૂલ્ય વસતે] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે- પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેટવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com