________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૯૭ અનુભવ કરતાં આ નવતત્ત્વો સાચાં છે. પર્યાયબુદ્ધિથી જોતાં ભૂતાર્થ છે. વ્યવહારનયે નવતત્ત્વો છે; પણ એ સમ્યગ્દર્શનનો વિષય નથી. વેદાંત કહે છે. પર્યાય નથી, તો એમ નથી. નવના ભેદની પર્યાય છે. વ્યવહારનયે, પર્યાયબુદ્ધિ કરીને એની સન્મુખ જોઈ એકપણે અનુભવ કરતાં નવતત્ત્વો ભૂતાર્થ છે, રાગની પર્યાય અને નિમિત્તની પર્યાય બન્નેને એકપણે અનુભવતાં નવતત્ત્વના ભેદો સત્યાર્થ છે.
અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં એ નવતત્ત્વો નથી. એકરૂપ અભેદ જ્ઞાયકભાવ, એકાકાર સચ્ચિદાનંદસ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. અહો ! આ તો શબ્દ શબ્દ મંત્ર છે. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. આ વ્યવહારનયે નવ છે એનું તાત્પર્ય શું? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું એ તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય.
ભગવાન આત્મા, એકલો ચૈતન્ય જે પર્યાયની આડમાં, નવતત્ત્વની આડમાં દૂર હતો તે એકજ્ઞાયક ભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવભેદો જણાતા નથી તેથી તે નવ અભૂતાર્થ છે. તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે, એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે.
એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો – જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય- જીવની પર્યાય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય એમ સમજવું. વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ –એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે,
જીવની પર્યાયો છે. અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવતત્ત્વો એટલે જીવના વિકારો જેના અજીવ-હેતુઓ, છે એ નવતત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે-પોતે ઉપાદાન કારણ અને પર નિમિત્ત કારણ છે-એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાયઅપેક્ષાએ છે. વ્યવહારનય છે. વ્યવહારનયનો વિષય પર્યાયો છે. એ જાણવા લાયક છે, પણ આશ્રય કરવા યોગ્ય નથી.
જીવદ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્મલિત છે. પર્યાય છે એ તો બદલતો - પલટતો પ્રવાહ છે. ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે એ તો ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ અખ્ખલિત જેમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com