________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
[ સમયસાર પ્રવચન હવે કહે છે-આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે. પુણ્ય-પાપના ભાવપણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ-આસ્રવ અને તેમાં કર્મનું જે નિમિત્ત તે દ્રવ્ય-આસ્રવ. એ દ્રવ્ય-આસ્રવને અહીં કરનાર કહ્યો છે. નવાં કર્મ આવે તે દ્રવ્ય-આસ્રવ એ વાત અહીં નથી. આ તો પૂર્વનાં નાનાં કર્મ જે નિમિત્ત થાય તેને દ્રવ્ય-આસ્રવ કહ્યો છે. એ બન્ને આસ્રવ છે-એક ભાવ-આસ્રવ અને બીજો દ્રવ્યઆસ્રવ.
સંવર થવા યોગ્ય સંવાર્ય એ જીવની પર્યાય છે. તે ભાવ-સંવર છે. સંવર કરનાર સંવારક એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી (અભાવરૂપ છે) એને દ્રવ્ય-સંવર કહે છે. એ બન્ને સંવર છે–એક ભાવ-સંવર અને બીજો દ્રવ્યસંવર.
નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર–બન્ને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુદ્ધતા અને થવા યોગ્ય શુદ્ધતા એ જીવની પર્યાય છે. એ ભાવ-નિર્જરા છે. નિર્જરા કરનાર( દ્રવ્ય-કર્મનું ખરી જવું) એ નિમિત્ત છે-એ દ્રવ્ય-નિર્જરા છે. એ બન્ને નિર્જરા છે.
બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. બંધાવા યોગ્ય જીવ (પર્યાય) છે. રાગદ્વેષ, મિથ્યાત્વ, વિષયવાસના-એમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત જીવની પર્યાયની છે, તે ભાવબંધ છે. સામે પૂર્વકર્મનું નિમિત્ત છે એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે એને અહીં દ્રવ્યબંધ કહ્યો છે. ભગવાન આત્મા તો અબદ્ધ-સ્પષ્ટ છે, પણ એની પર્યાયમાં બંધયોગ્ય લાયકાત છે તે (જીવ) ભાવબંધ છે અને બંધન કરનાર કર્મનિમિત્ત છે તે દ્રવ્યબંધ છે. આમ એ બન્ને બંધ છે.
મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવમોક્ષ છે. અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય-મોક્ષ છે. આમ એ બન્ને મોક્ષ છે.
હવે કહે છે- એકને જ પોતાની મેળે એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્તનૈમિત્તિક સંબંધની અપેક્ષા વિના એકને નવ સાબિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે. એનાથી આ નવ ભેદો ઊભા થાય છે. તે બન્નેમાં એક જીવ અને બીજું અજીવ છે.
હવે બાહ્ય (સ્થૂલ) દષ્ટિથી જોઈએ તો - જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એટલે કે પર્યાયદષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બેને એકપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com