________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૭૭ મલિનતા છે, વ્યવહાર છે. અભેદમાંથી ભેદના લક્ષે જવું એ પણ મલિનતા છે. સાતમી ગાથામાં આવે છે કે આત્મામાં દર્શન, જ્ઞાનના ભેદ પડે છે એ અશુદ્ધનય છે. ત્રિકાળીની અપેક્ષાએ ભેદને અશુદ્ધ કહ્યો છે. અર્થકારે વિશેષ સ્પષ્ટ કરવા “અશુદ્ધ' શબ્દ વાપરીને વ્યવહારને અશુદ્ધનય કહ્યો અને ત્રિકાળીને શુદ્ધ કહ્યો છે. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે:
* કળશ-૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ભાઈ ! આત્મા તો અનાદિ-અનંત સચ્ચિદાનંદસ્વરૂપ છે. તેનો નિર્ણય કર્યા વિના જીવ અનંતકાળથી ચોરાસી લાખ યોનિમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ વડે મહાદુઃખી છે. રાજા, રંક, દેવ વગેરે બધા દુઃખી છે. રાજા હો કે દેવ હો, હજુ પણ વસ્તુનું ભાન (જ્ઞાન-શ્રદ્ધાન) નહીં કરે તો કાગડા, કૂતરા, વગેરે અવતાર કરી દુઃખી થશે. મિથ્યાત્વનું સેવન કરનારા પ્રાયઃ તિર્યંચમાં જન્મવાના છે. મિથ્યાત્વ છે તે આડોડાઈ છે, વાસ્તવિક તત્ત્વથી વિપરીત શ્રદ્ધા છે. જુઓ, મનુષ્ય છે તે (સીધા) ઊભા છે, ત્યારે ગાય, ભેંસનાં શરીર આડાં છે. આડોડાઈ કરી તેથી આડા શરીરનો સંયોગ છે. શાસ્ત્રમાં મિથ્યાત્વીને પશુ કહ્યા છે. આ (છઠ્ઠા) કળશમાં દુઃખ ટળી સુખ કેમ પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય, એની વાત કરી છે. સમ્યગ્દર્શન એટલે સાચી પ્રતીતિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે.
શું કહે છે? “ મીત્મ:' આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને ‘યદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથવ દર્શનમ્' અન્ય દ્રવ્યોથી જાદો દેખવો (શ્રદ્ધવો), “તત gવ નિયમત સચદ્રર્શન' એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા (૧) સ્વદ્રવ્ય છે (૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે. અને (૩) રાગાદિ છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથક થઈને-ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગમાં ભેળવીને દેખવો એમ નહીં, એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યાત્વ છે. અહીં તો કહે છે કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સભ્યપ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે.
હવે કહે છે કેવો છે તે આત્મા? તો “વ્યાકુ:' એટલે પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. અહીં આત્મા છે તે પોતાના ગુણો જે જ્ઞાન, દર્શન, આનંદ વગેરે છે તે અનંત ગુણોમાં, તથા તે અનંત ગુણોની વર્તમાન અવસ્થાઓ –વિકારી કે અવિકારી – એમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com