________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
m
[ સમયસાર પ્રવચન ચાર્યદેવ છે, જેમણે આ શાસ્ત્રની ટીકાનું નામ જ “આત્મ-ખ્યાતિ” આપ્યું છે; “આત્મખ્યાતિ” એટલે કે શુદ્ધચૈતન્યઘનની પ્રસિદ્ધિ. પ્રારંભમાં અનુવાદકર્તા (શ્રીમાન ૫. જયચંદ્રજી ) માંગળિક * કરે છે:
શ્રી પરમાતમકો પ્રણમિ, શારદ સુગુરુ મનાય,
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાય!' શ્રી સર્વજ્ઞ પરમેશ્વર એવા પરમાત્મદેવ, શારદ કહેતાં સમ્યફ શાસ્ત્ર અને સુગુરુ- નિગ્રંથ ગુરુ-એ ત્રણેને નમીને સમયસારરૂપી શાસ્ત્રનો દેશમાં ચાલતી ભાષામાં અનુવાદ કરું છું.
શબ્દબ્રહ્મ પરબ્રહ્મકે વાચકવાચ્ય નિયોગ;
મંગલરૂપ પ્રસિદ્ધ હૈ નમો ધર્મધનભોગ.” જેમ સાકર શબ્દ વાચક છે અને સાકર પદાર્થ તે વાચ્ય છે, તેમ સમયસારરૂપ શબ્દબ્રહ્મ વાચક છે, તેનું વાચ્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન પરમબ્રહ્મ છે. તે બે વચ્ચે વાચક–વાચ્ય-નો સંબંધ છે.
મંગળરૂપ પ્રસિદ્ધ એ'- શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. મંગળ એટલે પવિત્રતાને પ્રાપ્ત કરાવે અને અપવિત્રતાનો નાશ કરાવે. પંડિત બનારસીદાસે “સમયસાર નાટક 'માં કહ્યું છે કે આ શબ્દબ્રહ્મ અને તેનું વાચ્ય જે પરમબ્રહ્મ તેને જે જાણે છે તેનાં અંદરથી ફાટક ખૂલી જાય છે. “ ફાટક ખુલત હૈ” એમ લખ્યું છે. “નમુ ધર્મધનભોગ” એટલે કે મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમું છું. આનંદરૂપી લક્ષ્મી તે ખરેખર (આત્માનું) ધન છે. આનંદનો નાથ પ્રભુ આત્મા–તેની દષ્ટિ કરતાં પર્યાયમાં જે આનંદનો લાભ થાય તેનો ભોગ-અનુભવ કરું છું.
અહાહા.! અજોડ શાસ્ત્ર છે. જગતનાં ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું અને તે પણ શરૂઆતથી પૂર્ણ સુધી પુરું થઈ ગયું!
‘નય નય લહઈ સાર શુભવાર, પય પય દહઈ માર દુ:ખક;
લુય લય ગહઈ પાર ભવધાર,-જય જય સમયસાર અવિકાર.' ૩. નય નય સાર- એકેક પદમાં યોના સારરૂપ શુદ્ધનયનો અધિકાર છે, તેને લહેપ્રાપ્ત કરે- સ્વકાળમાં (પોતાની પર્યાયમાં) ત્રિકાળી આનંદને પ્રાપ્ત થાયે પદ પદ -પુરુષાર્થ દ્વારા ચોરાશીના અવતાર જન્મમરણના દુઃખનો તથા કામાદિ વિકારનો નાશ થાય છે.
* મંગલાચરણની પંક્તિઓ હિંદી સમયસાર પરથી લીધી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com