________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ] છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે સદા પ્રકાશરૂપ રહો” એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે:
શ્લોકાર્થ- શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ- [ સમયસારવારથી વ આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ) ની વ્યાખ્યા (કથની તથા ટીકા) થી જ [મમ અનુમૂતે.] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [પરમવિશુદ્ધિ:] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [ મ વેત] થાઓ. કેવી છે તે પરિણતિ? [૫રપરિણતિદેતો: મોહનાન્સ: અનુમાવીત્] પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (–ઉદયરૂપ વિપાક) ને લીધે [ વિરત અનુમાવ્ય-ભાણિ-ભાષિતાયા:] જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો) ની વ્યાતિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [ શુદ્ધવિન્માત્રમૂર્તઃ] દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે- રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્મા ની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ – ખ્યાતિ, લાભ, પૂજાદિકચાતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩. પ્રવચન નંબર ૧-૨
તારીખ ૨૮-૧૧-૭૫, ૨૯-૧૧-૭૫
આ સમયસાર પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. આ અઢારમી વખત સભામાં વંચાયા છે. આ સમયસારનો એક શબ્દ પણ સાંભળીને યથાર્થભાવ સમજે તો કલ્યાણ થઈ જાય એવી આ અદ્દભૂત ચીજ છે. આ ગ્રંથમાં શુદ્ધનયનો (શુદ્ધાત્માનો ) અધિકાર છે. સમયસાર, શુદ્ધ-જીવ-શુદ્ધ આત્માને બતાવે છે. આખાય સમયસારમાં શુદ્ધનય “ધ્રુવ ધ્રુવ ચૈતન્ય” ને બતાવે છે, જે માત્ર સારભૂત છે.
“ૐ પરમાત્મને નમઃ” ત્યાંથી તો શરૂ કર્યું છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદવ પ્રણીત શ્રી સમયસારજી શાસ્ત્રના જીવ-અજીવ અધિકારનો પ્રારંભ થાય છે. ટીકાકાર શ્રી અમૃતચંદ્રા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com