________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ] લય લય પાર ગ્રહ ભવધાર એટલે કે જેમ જેમ શુદ્ધાત્મામાં લીનતા પામતો જાય છે તેમ તેમ ભવનો અંત આવતો જાય છે. આવા ભગવાન અવિકારી આત્માનો જય હો, જય હો એમ જયકાર કર્યો છે.
શબ્દ, અર્થ અરુ જ્ઞાન સમય ત્રય આગમ ગાયે, મત, સિદ્ધાંત કાલ-ભેદત્રય નામ બતાવે; ઈનહિં આદિ શુભ અર્થસમયચકે સુનિયે બહુ, અર્થસમયમેં જીવ નામ હૈ સાર, સુનહુ સહુ; તાતેં જુ સાર બિન કર્મમલ શુદ્ધ જીવ શુધ નય કહે,
ઈસ ગ્રંથ માંહિ કથની સબૈ, સમયસાર બુધજન ગહે. ૪ આગમમાં શબ્દસમય જે વાચક છે, અર્થસમય જે વાચ્ય પદાર્થ છે અને જ્ઞાનસમય જે પદાર્થનું જ્ઞાન છે -એ ત્રણેને સમય કહ્યા છે. વળી કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી કહેવામાં આવે છે. તે બધામાં પણ શુભ અર્થસમય-જીવ પદાર્થ (શુદ્ધાત્મા) તેથી કથની પ્રારંભમાં જ બધા જીવો સાંભળજી; કારણ કે કર્મમળ વિનાની ચીજ નિર્મળાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધજીવ બધામાં સારભૂત છે. આ સારભૂત ચીજને શુદ્ધનય બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ –એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો એ જ આખા સમયસારનો સાર છે.
નામાદિક છહ ગ્રંથમુખ, તામેં મંગલ સાર;
વિઘનહરન નાસ્તિકહુરન, શિષ્ટાચાર ઉચાર. મંગળ, નામ, નિમિત્ત, પ્રયોજન, પરિમાણ અને કર્તા-એમ છ પ્રકાર ગ્રંથની શરૂઆતમાં આવે છે. તેમાં પ્રથમ માંગલિક છે. પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે તેને માંગલિક કહે છે. ગ્રંથનું નામ “સમયસાર” તે નામ છે; કોના નિમિત્તે બનાવ્યું? તો જીવ માટે બનાવેલ છે એ નિમિત્ત છે. વીતરાગદશા પ્રગટ કરવી એ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. તેનું પરિમાણ એટલે સંખ્યા ૪૧૫ ગાથાઓ છે. અને તેના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદવ છે. દરેક ગ્રંથમાં માંગળિક તે મુખ્ય છે. વળી કેવું છે મંગળ? વિપ્નનો નાશ કરનારુ છે. જેણે સાધકભાવ શરૂ કર્યો તેને વિધ્ર આવતું નથી એમ કહે છે. વળી નાસ્તિકહરણ એટલે કે નાસ્તિકતાનો નાશ કરનારું છે. આ શિષ્ટાચાર–એટલે ઉત્તમ પુરુષોનાં આચરણ–તેનો ઉચ્ચાર છે એટલે કથન છે. (અર્થાત્ માંગળિક તે ગ્રંથની શરૂઆતનો શિષ્ટાચાર છે.)
સમયસાર જિનરાજ હૈ, સ્યાદ્વાદ જિનચૈન, મુદ્રા જિન નિગ્રંથતા, નમું કરૈ સબ ચેન. ૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com