________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૫૧ પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નો કાર્યકારી છે; કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
“जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह।
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च।।” [ અર્થ:- આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાથ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ ) નો નાશ થઈ જશે. ]
ભાવાર્થ- લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમાં રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદરવલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાના (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-શાન તો થયાં છે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com