________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
[ સમયસાર પ્રવચન (માતિની) उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।।
સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રતમહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. * વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડ અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઉલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે-એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે:
શ્લોકાર્ધ - [૩મય ન–વિરોધ– ધ્વસિનિ] નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [ચા–પર્વ i] “સ્યા” પદથી ચિલિત [ વિનવવસિ] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ રે રમન્ત ] જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે ) [ તેવું તે પુરુષો [સ્વયં] પોતાની મેળે (અન્ય કારણ વિના) [વાન્તમોદ:] મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [૩ષ્ય: પરં જ્યોત્તિ: સમયસરં] આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [સા]િ તુરંત [ક્ષત્તે ઈવ] દેખે જ છે. કેવો છે સમયસારરૂપ શુદ્ધ આત્મા? [ નવમૂ] નવીન
* વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com