________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૫૩
(માનિની) व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थ चिचमत्कारमात्रं । परविरहितमन्तः पश्यतां नैष किञ्चित।।५।।
ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [૩નય—પક્ષ-1@[+] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે.
ભાવાર્થ - જિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે જેમ કે : જે સરૂપ હોય તે અસરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે–ત્યાં જિનવચન કથંચિત વિવેક્ષાથી સ-અસરૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધઅશુદ્ધરૂપ જે રીતે વિધમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જુઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કર્યો છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે.-આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથા –એકાંતી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યાદષ્ટિ છે. ૪.
આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે.
હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે, તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com