________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૨૧ ત્યારે તરત જ શિષ્યને પરમાર્થ વસ્તુ આત્મા ઉપર દષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. એના હૃદયમાં સુંદર બોધતરંગો ઊછળે છે. આત્મા જ્ઞાનાનંદનો દરિયો છે. તેમાં દષ્ટિ થતાં અંતરમાં આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. જુઓ, ધર્મ રોકડિયો છે. જ્યાં સમ્યગ્દર્શન થાય કે તરત જ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યારે તે “ આત્મા’ શબ્દનો અર્થ બરાબર સમજી જાય છે.
અહા! વિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરનાથ બિરાજે છે. તેમની વાણી અત્યારે પણ નીકળે છે. ત્યાં શ્રી કુંદકુંદાચાર્ય સદેહે ગયા હતા. ત્યાં જઈને આવ્યા અને ભગવાનનો દિવ્ય સંદેશો પાત્ર જીવો માટે લાવ્યા. કહે છે કે ગુણના ભેદ વસ્તુમાં નથી. છતાં પરમાર્થને સમજાવવા માટે ભેદ પાડીને કહ્યું કે-દખે તે આત્મા, જાણે તે આત્મા, અંતરમાં સ્થિર થાય તે આત્મા. આમ સાંભળતાં જ પાત્ર જીવને એકરૂપ વસ્તુ જે અભેદ ચૈતન્ય તેના ઉપર દષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અનાદિનો પુણ્ય-પાપના વિકારીભાવનો આકુળતારૂપ સ્વાદ હતો, તે હવે સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વદન થાય છે. કર્મચેતનાનો સ્વાદ મટી, જ્ઞાનચેતનાનો નિરાકુળ સુખનો સ્વાદ આવે છે.
અહાહા...! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષસ્વરૂપ પરમાત્મસ્વરૂપ બિરાજે છે. એની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુશાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યક્રચારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ચારિત્ર એ બધાં એકડા વિનાનાં મીંડાં છે.
સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર-છાપ શું? તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર-છાપ છે. પરથી લક્ષ હઠાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હઠાવી, દર્શન-ગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. ત્યારે “આત્મા’ એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે.
ભાઈ ! આ ઇન્દ્રિયોના વિષયોનાં સુખ એ તો ઝેરના સ્વાદ છે. અમે કરોડપતિ, અબજોપતિ અને પૈસા અમારા છે એમ જે મમતા કરે છે તે ઝેરના પ્યાલા પીએ છે. સ્ત્રીના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com