________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા-૧૧ कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत्
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।११।।
व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः। भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति जीवः ।।११।। વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧ હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
ગાથાર્થઃ- [વ્યવહાર:] વ્યવહારનય [ અમૃતાર્થ:] અભૂતાર્થ છે [1] અને [ શુદ્ધનય:] શુદ્ધનય [ ભૂતાર્થ:] ભૂતાર્થ છે એમ [ર્શિત:] ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; [નીવડ] જે જીવ [ ભૂતાર્થ ] ભૂતાર્થનો [ શ્રત:] આશ્રય કરે છે તે જીવ [ar] નિશ્ચયથી [સભ્યfe:] સમ્યગ્દષ્ટિ [ મવતિ] છે.
ટીકાઃ- વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ-( નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઊપજેલા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com