SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૫ अत एवैतदुपदर्श्यते तं एयतविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छंल ण घेत्तव्वं ।।५।। तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन। यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।।५।। હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ: દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્કૂલના યદિ. ૫. ગાથાર્થ:- [ તમ] તે [ wwત્વવિમ] એકત્વવિભક્ત આત્માને [૧૬] હું [માત્મનઃ] આત્માના [સ્વવિમવેન] નિજ વૈભવ વડે [] દેખાડું છું; []િ જો હું [ર્શયમં ] દેખાડું તો [પ્રમાણ ] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [શ્વનેચં] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [ નં] છળ [7] ન [મૃદતવ્યમ્ ] ગ્રહણ કરવું. ટીકાઃ- આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉધમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને “ચાત્' પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અહંતના પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (“ચાત્' નો અર્થ “કથંચિત્' છે એટલે કે “કોઈ પ્રકારથી કહેવું”. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અહંતના પરમાગમમાં સામાન્ય ધર્મોવચનગોચર સર્વ ધર્મો-નાં નામ આવે છે, અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy