________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
[સમયસાર પ્રવચન
બહારમાં–સ્ત્રી, પુત્ર કે આબરૂમાં-કયાંય સુખ નથી. એ બધાં તો દુઃખનાં બાહ્ય નિમિત્તો છે. બનારસીદાસે સમયસારનાટકમાં કહ્યું છેઃ
66
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મા૨ગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.
99
આનંદનો નાથ ચૈતન્યપ્રભુ જે આત્મા તેની સન્મુખ થતાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે રત્નચિંતામણિ છે, એ આનંદરસનો કૂવો છે, મોક્ષનો ઉપાય અને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ મોક્ષ છે. અહાહા...! અનુભવ મોક્ષસ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો અંશ જે પર્યાયમાં દ્રવ્યના આલંબનથી પ્રગટે એ પણ મુક્તસ્વરૂપ છે. વળી પર્યાયમાં દ્રવ્યની જે દષ્ટિ થાય છે દષ્ટિમાં પણ દ્રવ્ય મુક્તસ્વરૂપ જ ભાસે છે.
હવે કહે છે કે આ સમ્યસ્વભાવનો જગત અનુભવ કરો કે ‘યત્ર’ જ્યાં ‘અમી વન્દ્વધૃષ્ટમાવાય:' આ બદ્ધસૃષ્ટાદિ ભાવો ‘yત્ય રુટ ઉપર તરન્ત: અપિ' સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે. આ બદ્ધસૃષ્ટાદિ પાંચે ભાવો સ્પષ્ટપણે ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ પૂર્ણજ્ઞાયકભાવની ઉ૫૨ ઉપ૨ તરે છે તોપણ ‘પ્રતિષ્ઠાન્ ન હિ વિવધતિ' તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, અંદર પ્રવેશ પામતા નથી. કર્મના સંબંધરૂપ બંધભાવ, અનેરી અનેરી ગતિરૂપ ભાવ, જ્ઞાનની હીનાધિક દશા કે રાગાદિ ભાવો-એ પર્યાયભાવો જ્ઞાયકભાવની ઉપ૨ ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતા નથી. જેમ પાણીના દળની ઉપર તેલ નાખવામાં આવે તો તેલ ઉપર ઉપર જ રહે છે, અંદર પ્રવેશ પામતું નથી, તેલની ચીકાશ અંદર જતી નથી તેવી રીતે અનાદિ-અનંત સહજ વિજ્ઞાનઘનસ્વભાવમાં દયાદાન-પૂજા-ભક્તિનો રાગ તો પ્રવેશ પામતો નથી પણ એ રાગને જાણનારી જ્ઞાનની ક્ષયોપશમરૂપ અનિયત અવસ્થા પણ અંદરમાં પ્રવેશ પામતી નથી. કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય અને અનેકરૂપ છે. આત્મતત્ત્વ નિત્ય, ધ્રુવ, ચિદાનંદઘનસ્વભાવી, ચૈતન્યદળ છે. એમાં અગિયાર અંગનો ક્ષયોપશમ હો કે અનુભવની પર્યાય હો, એ સર્વ ઉપ૨ ઉપ૨ રહે છે, અંદર પ્રવેશ પામતી નથી. ભાઈ! આ દ્રવ્યસ્વભાવમાં પર્યાયની હીનાધિકતા પ્રવેશ ન પામે તો સ્ત્રી, પુત્રાદિ કેમ પામે ? દષ્ટિમાં આવા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. પોતાનો મહિમા આવ્યા વિના પર્યાયમાં જે રાગનો મહિમા આવે છે તે આત્મજીવનનો ઘાત કરે છે. એ જ મિથ્યાત્વ છે.
અહીં પ્રશ્ન થાય છે કે-રાગની પર્યાય વ્યય પામીને અંદર ધ્રુવમાં ભળી જાય છે ને ?
સમાધાનઃ- ના, બિલકુલ ભળતી નથી. રાગનો નાશ થાય છે ત્યારે તે અંદર પારિણામિભાવરૂપ થઈ જાય છે. આત્મામાં જે વર્તમાન રાગ થાય તે બીજા સમયે નાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com