________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
[ સમયસાર પ્રવચન રાગાદિ પરિણામોની વ્યાપ્તિ મારામાં મારાથી છે. પર્યાયમાં વિકારની વ્યાતિ મારી કમજોરીને લઈને અનાદિની છે. કેટલીક પરિણતિ નિર્મળ હોવા છતાં પૂર્ણ નિર્મળ નહીં હોવાથી, મારે નિરંતર કલુષિત પરિણામ છે; એનાથી હું વ્યાપ્ત છું. કર્મ તો નિમિત્ત માત્ર છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે –સમકિતી વસ્તુ તરીકે પોતાને પ્રભુ માને છે, પણ પર્યાયમાં પોતાને તૃણ-તુલ્ય પામર માને છે. ક્યાં કેવલજ્ઞાનની દશા અને ક્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વકની ચારિત્ર દશા? દ્રવ્ય તરીકે હું પૂર્ણ પ્રભુ છું, એ મારું લક્ષ્ય છે. પર્યાયમાં પામરતા છે, તૃણ-તુલ્ય છું. એ ટાળવા માટે મારો પ્રયત્ન ટીકા કરવા કાળે છે. અંતર સ્વભાવસન્મુખ થવામાં જ મારા પ્રયત્નની દશા છે. મુનિરાજ કહે છે કે મારી પર્યાયમાં મલિનતા છે, સંજ્વલન કષાય છે, છતાં દ્રવ્ય શુદ્ધ છે. એ શુદ્ધ સ્વભાવની એકાગ્રતાના બળે સર્વ કષાયનો નાશ થઈ મને પરમ વિશુદ્ધિ થશે એ નિશ્ચિત છે.
ભાવાર્થ- અમૃતચંદ્રાચાર્ય કહે છે કે મારી પરિણતિમાં થોડી અશુદ્ધતા છે એ મારા લક્ષ બહાર નથી. હું શુદ્ધ જ થઈ ગયો અને અશુદ્ધતા આવે છે એ બધી નિર્જરી જાય છે એમ નથી. અશુદ્ધતા આવે છે એટલી મલિન દશા છે, એટલો કર્મનો બંધ થાય છે. તેમાં મોહકર્મ નિમિત્ત છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ મારાથી મારામાં વ્યાપ્ત છે. માટે એમ ગર્વમાં ન ચઢી જઈશ કે સમકિત થઈ ગયું એટલે બસ સર્વ થઈ ગયું. કર્મનો થોડો બંધ થાય છે, એમાં અશદ્ધતા નિમિત્ત પણ છે. જુઓ, દષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે, અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે.
શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એટલે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂર્ણ દ્રવ્ય-સ્વભાવ-જ્ઞાયક વીતરાગસ્વભાવ ધ્રુવ એકરૂપ સ્વભાવનું જ પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ હું “શુદ્ધ ચિત્માત્રમૂર્તિ” છું. બધા સમ્યક્દષ્ટિ પોતાને દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ માને છે. ચોથ, પાંચમે, છટ્ટ ગુણસ્થાને પર્યાયમાં ફેર છે એ વાત જુદી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) આવે છે કે જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું, દ્રવ્યદૃષ્ટિએ ચિત્માત્ર મૂર્તિ છું, પણ પરિણતિમાં મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મલિનતા મારાથી છે. મોક્ષમાર્ગ પ્રકાશક પ્રથમ અધિકારમાં આવે છે કે – મુનિને અશુભ ભાવ તો છે જ નહીં, ફક્ત કોઈ ધર્મલોભી જીવને દેખીને ઉપદેશ દેવાનો શુભ ભાવ આવે છે; એ શુભ ભાવ પણ પોતાના પુરુષાર્થની કમજારી છે.
છેકે ગુણસ્થાને, ધ્યાનના ચાર ભાગ પડતાં આર્તધ્યાન હજુ છઠે છે એમ આવે છે. છ લશ્યામાં છટ્ટ ગુણસ્થાને કૃષ્ણ, નીલ અને કાપીત નથી, જ્યારે પીત, પદ્મ અને શુકલ કહી છે. છટ્ટ ગુણસ્થાને કષાયનો અંશ છે ને? એટલે આર્તધ્યાન છે. એટલો આત્મા પીડાય છે. માટે ક્યાં ક્યાં કઈ અપેક્ષાએ કથન છે એ બરાબર સમજવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com