________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
[ સમયસાર પ્રવચન
૫૨માર્થથી એટલે વસ્તુદષ્ટિથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ છે. અહીં પર્યાય શબ્દનો અર્થ ગુણ ક૨વો, કેમકે ગુણને સહવર્તી પર્યાય કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૨૯૪ની ટીકામાં આત્માનું સ્વલક્ષણ બતાવ્યું છે ત્યાં ગુણને સહવર્તી પર્યાય કહી છે, અને બદલાતી દશાને ક્રમવર્તી પર્યાય કહી છે. ગુણો બધા દ્રવ્યમાં એકસાથે રહે છે તેથી ગુણને સહવર્તી પર્યાય કહેલ છે. આ સઘળા અનંત ગુણોને એક દ્રવ્ય પીને બેઠું છે એટલે તે અનંતગુણો દ્રવ્યમાં અભેદપણે છે, કદી ભેદરૂપ થતા નથી. માટે દ્રવ્ય એકરૂપ છે.
વળી તે અનંતગુણોના સ્વાદો એકમેક મળી ગયેલા અભેદ છે. જ્ઞાનનો સ્વાદ, આનંદનો સ્વાદ, એમ બધા સ્વાદ મળી ગયેલા અભેદ છે. જેમ ઉનાળામાં દૂધિયું કરે છે ને? તેમાં બદામ, ચારોળી, પિસ્તા ઇત્યાદિ ભિન્ન-ભિન્ન છે, છતાં બધાતો સ્વાદ એકરૂપ છે. એમ અનંતગુણોનો સ્વાદ મળી ગયેલો અભેદ એક છે. અહા! અશુદ્ધતાનું લક્ષ છોડી, ભેદનું પણ લક્ષ છોડી એકલા જ્ઞાયક ઉપર દષ્ટિ પડતાં અભેદ એક મળી ગયેલા આસ્વાદવાળું એકસ્વભાવી તત્ત્વ અનુભવમાં આવે છે.
જેને આત્મકલ્યાણ ક૨વું હોય, સુખી થવું હોય, જન્મ-મરણથી છૂટવું હોય તેણે શું કરવું? તો કહે છે કે જે એક જ્ઞાયકભાવ અભેદ વસ્તુ છે તેને અનુભવમાં લેવો. આવા એકસ્વભાવી અભેદ આત્મતત્ત્વ અનુભવનાર જ્ઞાની પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી. તો શું છે? તો કહે છે કે એક શુદ્ધ જ્ઞાયક જ છે. જુઓ એકાંત કીધું કે એક શુદ્ધ જ્ઞાયક જ છે, એકલો અભેદ છે. અહાહા ! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદસ્વભાવ, એકભાવ, સામાન્યસ્વભાવ, નિત્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સદશએકરૂપસ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. આ તો સર્વજ્ઞ વીતરાગ ૫૨મેશ્વરે કહેલું અલૌકિક વીતરાગ દર્શન છે.
* ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર રહો એટલે કે તેમાં અશુદ્ધપણું તો નથી પણ તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ પણ નથી, કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. વસ્તુ તો અભેદ એક છે.
વ્યવહારીજન ધર્મોને જ સમજે છે. ધર્મીને નથી જાણતો. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એમ વ્યવહા૨ી જન ધર્મોને સમજે છે પણ અખંડ એકરૂપ ધર્મી જે જ્ઞાયક તેને નથી જાણતો. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદ વસ્તુમાં પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com