________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૧ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે; કેમકે કરેલા ઉપકારને સાધુ પુરુષો ભૂલતા નથી. શું કહ્યું? અહીં કેવળજ્ઞાન જે મોક્ષ, શ્રુતજ્ઞાન-જે મોક્ષનો ઉપાય અને સુશાસ્ત્ર-જે ઉપાય બતાવે છે -એ ત્રણેયને વંદનીય અને પરોપકાર માનવા લાયક કહ્યાં છે.
વળી કેવી છે તે મૂર્તિ? “પ્રત્યગાત્મનઃ”– જે આત્મતત્ત્વ અનંતધર્મવાળું છે, જે પદ્રવ્યોથી અને પારદ્રવ્યોના ગુણપર્યાયોથી ભિન્ન, તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન છે એવા એકાકાર તત્ત્વને-આત્માના નિત્ય સ્વરૂપને –અર્થાત્ અસાધારણ-સજાતીય કહેતાં પોતાથી ભિન્ન બીજા આત્માઓ અને વિજાતીય કહેતાં પોતાથી ભિન્ન પુદ્ગલાદિ દ્રવ્યો-એનાથી વિલક્ષણ એટલે વિપરીતલક્ષણવાળું પોતાનું જે નિજસ્વરૂપ તેને સરસ્વતીની મૂર્તિ દેખે છે-અવલોકન કરે છે. અહીં નિર્મળ પર્યાયથી ભિન્નની વાત નથી કરી, કારણ કે નિર્મળ પર્યાય તો ત્રિકાળીનું લક્ષ કરે છે –એનો આશ્રય કરે છે. પરથી અને રાગથી ભિન્ન આત્મતત્ત્વ એમ લીધું છે. ત્રિકાળી ભગવાન નિત્યાનંદ ધ્રુવ તે આત્મતત્ત્વ છે–આત્માનું સ્વરૂપ છે. દેહ, કર્મ અને રાગથી ભિન્ન એવા આત્મતત્ત્વને શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન જાણે છે અને વાણી એને બતાવે છે.
હવે કળશ-ટીકા સાથે આ કથનને મેળવીએ
અનેકાંતમયી મૂર્તિ’ - સત્ય વસ્તુને નિત્ય પ્રકાશનાર વાણી –તે કેવી છે? “અનંતધર્મણઃ પ્રત્યગાત્મનઃ તત્ત્વ પશ્યન્તી” અનંતધર્માત્મક, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન, એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકને જાણનાર સર્વજ્ઞ વીતરાગના સ્વરૂપની “પશ્યન્તી” એટલે “અનુભવનશીલ છે. અનુભવનશીલ કહેતાં વાણી સર્વજ્ઞ અનુસારિણી છે. સર્વજ્ઞને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે, “પશ્યન્તી” ની વ્યાખ્યા આમ કરી છે. ગજબની વાત છે ને! સર્વજ્ઞ વીતરાગનો એકરાર કરનારી વાણી –એને અનુભવનશીલ કહી છે. સમયસારમાં જયચંદજીએ “પશ્યન્તી” નો અર્થ- ભાવશ્રુતજ્ઞાન આત્માને પરોક્ષ દેખે છે કેવળજ્ઞાન આત્માને પ્રત્યક્ષ દેખે અને દિવ્યધ્વનિ આત્માને દેખાડે છે એમ લીધું છે.
સર્વજ્ઞસ્વભાવને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે એ વાણીને સરસ્વતી કહેવામાં આવી છે. એને શાસ્ત્ર પણ કહીએ. શાસ્ત્રનો અર્થ કળશટીકામાં એકલો વાણી કર્યો, જ્યારે સમયસારમાં ત્રણ લીધા-શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન અને દ્રવ્યશ્રુત એટલે જિનવાણી. કેવળજ્ઞાન એ પણ શાસ્ત્ર છે ને? ભાવશ્રુતજ્ઞાનનું ફળ કેવળજ્ઞાન આવ્યું, એટલે એને પણ શાસ્ત્ર કહી દીધું. આ ત્રણેય સાચી સરસ્વતી છે, માટે ત્રણેયને નમસ્કાર કર્યો છે. વાણી પૂર્ણ આત્માને બતાવે છે માટે વાણીને પણ અમારા નમસ્કાર હો. અહીં કોઈ વિતર્ક કરે કે વાણી તો અચેતન છે, એને નમસ્કાર કેમ કર્યા? તેનો ઉત્તર કળશટીકાકારે એમ આપ્યો છે કે વાણી સર્વજ્ઞ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com