________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર કળશ ત્રીજો
હવે કળશ ત્રીજામાં પણ “ચિન્માત્ર મૂર્તિ' કહીને આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ સિદ્ધ કર્યું છે. આ કળશમાં ટીકાકાર આચાર્ય (અમૃતચંદ્રાચાર્યદેવ) આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે –
: કળશ : परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेर्भवतु समयसारव्याख्यायैवानुभूतेः।।३।।
: કળશ ઉપરનું પ્રવચન : શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સમયસાર એટલે શુદ્ધાત્મા અને તેનો વાચક સમયસાર ગ્રંથ-શબ્દો તેની વ્યાખ્યા એટલે ટીકાથી જ —“ વ્યાખ્યવ” શબ્દ છે! ને મારી અનુભૂતિ એટલે અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. જુઓ “એવ” શબ્દ પડ્યો છે. એટલે કથની વા ટીકાથી જ મારી અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. એક બાજુ એમ કહેવું કે ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે, કારણ કે ટીકા એ શબ્દો છે તેથી તે પરદ્રવ્ય છે. પણ એમ કહીને આચાર્ય એમ કહેવા માગે છે કે- હું મુનિ છું, ત્રણ કષાયોનો તો અભાવ છે, પરંતુ પૂર્ણ વીતરાગતા પ્રગટ નથી. એટલે વિકલ્પ છે એમ સિદ્ધ કરે છે.
હવે કહે છે કે – “ટીકાથી જ' એનો અર્થ એમ છે કે – ટીકાના કાળમાં ટીકા કરવામાં મારું વલણ તો સર્વજ્ઞ સ્વભાવને પર્યાયમાં સિદ્ધ-પ્રગટ કરવાનું છે, અને મારું ધ્યેય ધ્રુવ છે; ધ્રુવ સર્વજ્ઞ સ્વરૂપી છે. પ્રગટ કરવા યોગ્ય પર્યાય સર્વજ્ઞતા છે તેથી ટીકાના કાળમાં ભલે ટીકા થઈ ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું નથી, પણ નિર્મળતા થઈ છે અને નિર્મળતા થઈ છે અને નિર્મળતા વિશેષ થશે, કેમકે મારું ધ્યેય દ્રવ્ય છે. ત્રીજું પદ છે ને? “હું તો ચિત્માત્ર મૂર્તિ છું.' એટલે શુદ્ધ ચિત્માત્ર, સર્વજ્ઞસ્વભાવ-માત્ર મારું સ્વરૂપ છે. દ્રવ્યદષ્ટિએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com