________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૪૧ સમયસાર (શાસ્ત્ર) વાચક છે અને એનું વાચ્ય જે શુદ્ધાત્મા તેને શબ્દો બતાવે છે. જેમ સાકર પદાર્થ વાચ્ય છે અને સાકર શબ્દ વાચક છે. વાચક-વાચ્યનો અર્થ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ભગવાન આત્મા ધ્રુવ વાચ્ય છે-કહેવા લાયક છે અને સમયસારના શબ્દો વાચક છે. બીજી રીતે કહીએ તો વાચક શબ્દો વડે કહેલો જે આત્મા તેનું જ્ઞાન જેને થાય તે જ્ઞાનની પર્યાય અભિધેયને જાણે છે. શ્રુત જેમ અભેદ ધ્યેયને બતાવે છે. એમ જ્ઞાનની પર્યાય છે એ અભેદ અભિધેયને જાણે છે. આ તો ભગવાનનો અલૌકિક માર્ગ છે, ભાઈ. સમયસાર કળશ ર00 માં આવે છે કે પરદ્રવ્ય અને આત્માને કોઈપણ સંબંધ નથી; તો કર્તા-કર્મ સંબંધ કઈ રીતે હોય? હવે અહીં કહે છે કે વાચક–વાચ્યનો સંબંધ છે. એ વ્યવહારથી છે. એટલે કે ગ્રંથના શબ્દો અને શુદ્ધાત્માને વાચક-વાચ્ય સંબંધ કહ્યો તે નિમિત્ત –નૈમિત્તિક સંબંધ છે અને તે વ્યવહાર છે, નિશ્ચયથી કોઈ સંબંધ નથી.
આ તો અનાદિ પરમાગમ-શબ્દબ્રહ્મથી અને ભગવાન કેવળીની વાણીથી પ્રમાણિત વાત છે. ભાઈ, આગમ અનાદિ છે, હાં. એ કાંઈ નવું નથી. એ પરમાગમના શબ્દોની શૈલી અનાદિ છે. કહ્યું છે ને, કે “સિદ્ધો વર્ણસમાપ્નાયઃ” આ વાણીની કોઈ રચના કરે છે એમ નથી. વાણીમાં પુગલની પર્યાયની રચના અનાદિ છે. ભગવાન સર્વશ પરમેશ્વરની વાણી જે છે એ વાણીની રચના તો વાણીના કારણે છે, કેવળીએ વાણીની રચના નથી કરી. દિવ્યધ્વનિની રચના થઈ એમાં કેવળી નિમિત્ત છે, તેથી નિમિત્તથી એમ કહ્યું કે કેવળીનું કહેવું છે. આવો નિમિત્તમૈમિત્તિક સંબંધ એ વ્યવહાર છે.
તીર્થંકરો શ્રતથી ઉપદેશ આપે છે-એવો ધવલમાં પાઠ છે. ભગવાન શ્રુતજ્ઞાનથી કહે છે. ભગવાનની વાણી (દિવ્ય ધ્વનિ) છે તે શ્રુતજ્ઞાનથી કહે છે. કેમકે સાંભળનારને (તેના નિમિત્તે) શ્રુતજ્ઞાન થાય છે, તેથી શ્રુતજ્ઞાનથી કહે છે એમ કહેવામાં આવ્યું છે. ભગવાનને શ્રુતજ્ઞાન છે એમ નથી, ભગવાનને તો કેવળજ્ઞાન છે. આશય એવો છે કે સાંભળનારને ભાવશ્રુતજ્ઞાન થાય છે-ભલે થાય છે પોતાથી, પણ વાણી નિમિત્ત છે એથી એ પણ શ્રુત કહેવામાં આવી છે. અનાદિ પરમાગમ છે તેને દ્રવ્યશ્રુત કહે છે. ગણધરો સૂત્રની રચના કરે છે, તથા ભવ્ય જીવોને શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તેમાં કેવળીની વાણી-દિવ્યધ્વનિ નિમિત્ત છે તેથી તે વાણીને પણ શ્રત કહેવામાં આવી છે.
શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એટલે જે શુદ્ધ, ધ્રુવ આત્મા છે તેનો પર્યાયમાં અનુભવ થાય એ પ્રયોજન છે. વસ્તુ પોતે જે છે-જીવતી જ્યોત તેને જ્ઞાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com