________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
[ સમયસાર પ્રવચન કબૂલવી એ પ્રયોજન છે. જેવો આત્મા છે એવો કબૂલ્યો, ત્યારે જીવતી જ્યોતને જીવતી રાખી–કે આવો હું શુદ્ધ, ધ્રુવ, ચૈતન્યજ્યોતિ છું. આત્માના સ્વરૂપને આ સિવાય બીજી રીતે માને એણે શુદ્ધ આત્માનું (માન્યતામાં) મૃત્યુ કર્યું છે. તેથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com