________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
[ સમયસાર પ્રવચન બીજો વર્તમાન પર્યાયભાવ એમ આત્મામાં બે પ્રકાર છે; તેમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સત્ય છે અને પર્યાયભાવ અસત્ય છે એમ કહ્યું છે. જેનો વિષય હયાતી ધરાવતો ન હોય તે અસત્ય છે. વ્યવહારનયનો વિષય વિદ્યમાન નથી માટે તે અસત્ય છે, અભૂતાર્થ છે.
અનાદિથી આ જીવ દુ:ખના પંથે એટલે કે રાગના અને પર્યાયના પંથે દોરાઈ રહ્યો છે. અનંતકાળમાં તે મોટો શેઠ થયો હોય, કે રાજા થયો હોય કે સ્વર્ગના દેવ થયો હોય કે દિગંબર દ્રવ્યલિંગી સાધુ થયો હોય, તેણે ત્રિકાળી ચીજ સત્યાર્થ દ્રવ્યસ્વભાવનો કદીય સ્વીકાર કર્યો નથી, અને પર્યાય છે, રાગ છે, ભેદ છે એમ માન્યું છે અર્થાત્ એનો સ્વીકાર કર્યો છે. તેને સુખના પંથે ચઢાવવા અહીં કહે છે કે ત્રિકાળી વસ્તુ જ્ઞાયક તે સત્ય છે અને પર્યાય છે તે અસત્ય છે. આમ કહીને ભૂતાર્થ દ્રવ્યસ્વભાવનો આશ્રય કરાવવા માગે છે, કેમકે ભૂતાર્થ સ્વભાવની દષ્ટિ થતાં સંસાર રહેતો નથી.
વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય શું? તો કહે છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપે નિત્ય દ્રવ્ય છે, તેની દષ્ટિમાં ભેદ દેખાતો નથી. અહાહા-! પંડિત જયચંદ્રજીએ શું સ્પષ્ટીકરણ કર્યું છે! શુદ્ધનનું ધ્યેય અભેદ એકાકાર છે. તેની દષ્ટિમાં આ જ્ઞાન, આનંદ ઇત્યાદિ ગુણો અને આ આત્મા ગુણી એવા ભેદ દેખાતા નથી. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ ઇત્યાદિ પર્યાયના વિકલ્પો અભેદની દષ્ટિમાં જણાતા નથી, બહાર જ રહી જાય છે. આવો સ્વભાવ અને સ્વભાવવાન અભેદ એકાકાર છે, તેનો સ્વીકાર કરી આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ભાઈ ! વ્રત-તપ આદિના વિકલ્પમાં રોકાઈ અને તે વિકલ્પનો કર્તા થઈ તે અનાદિથી મિથ્યાત્વનું જ સેવન કર્યું છે. તથા સમોસરણમાં બિરાજમાન અરિહંતદેવની મણિ-રત્નથી આરતી ઉતારી, કલ્પવૃક્ષના ફૂલથી અનંતવાર પૂજા કરી છે, પણ સત્યાર્થ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કર્યો નહીં તેથી તને અદ્યાપિ સમ્યગ્દર્શનાદિ લેશ પણ ધર્મ થયો નથી. લોકોએ મૂળ વાત સાંભળી નથી તેથી અભૂતાર્થ એવા વ્યવહારમાં રોકાઈ ગયા છે. અહીં કહે છે ત્રિકાળી અભેદની દૃષ્ટિમાં ભેદ જણાતો નથી, તેથી તેની દષ્ટિમાં ભેદ અવિધમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ.
હવે કહે છે-એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. દ્રવ્યમાં ગુણ છે જ નહિ, પર્યાય છે જ નહિ, ભેદ છે જ નહિ–એમ નથી. આત્મામાં અનંત ગુણો છે, તે બધા નિર્મળ છે. વળી કોઈ એમ માને કે એકાકાર દ્રવ્ય જ છે અને પર્યાય નથી તો એમ નથી. દષ્ટિના વિષયમાં ગુણોનો ભેદ નથી; પણ અંદર વસ્તુમાં અનંતગુણો છે. ભેદ સર્વથા કાંઈ વસ્તુ નથી એમ માનવામાં આવે તો તો જેમ વેદાંતમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com