________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૧૫ નહીં-એવા શુકલ લેશ્યાના મંદકષાયના પરિણામ થયા, તથા તેના ફળમાં સ્વર્ગ ગયો. પણ એમાં શું થયું? જન્મ-મરણ મટયાં નહીં. સ્વર્ગનો ભવ હો કે નરકનો-ચારેય ગતિ દુર્ગતિ છે, એક સિદ્ધપદ સુગતિ છે. ભગવાન આત્માની યથાર્થ દષ્ટિ કરી સિદ્ધપદની સાધના પ્રગટ કરવી જોઈએ. હવે શુદ્ધનયનો ઉદય થાય છે, એની સૂચનારૂપ શ્લોક કહે છે:
* કળશ-૧૦ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘શુદ્ધનય: કાત્મસ્વમાવત્ પ્રાશયન ગમ્યુવેતિ' શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. જ્ઞાનની જે પર્યાય ત્રિકાળી ધ્રુવને વિષય કરે તેને શુદ્ધનય કહે છે. વિષય અને વિષયી એવો ભેદ કાઢી નાખીને ગાથા ૧૧માં ત્રિકાળી ધ્રુવ વસ્તુને જ શુદ્ધનય કહ્યો છે. ‘મૂલ્યો સિવો ૬ સુદ્ધનો.' એક સમયની પર્યાય સિવાયની આખી ચીજ જે સત્યાર્થ અનાદિ-અનંત શુદ્ધ અખંડ દ્રવ્ય છે તે શુદ્ધનય છેએમ કુંદકુંદાચાર્ય દેવ કહે છે. અધ્યાત્મમાં નય-વિષયી અને એનો વિષય-દ્રવ્ય એટલો ભેદ પણ કાઢી નાખવામાં આવે છે. ત્રિકાળીને સત્યાર્થ કહીને પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી. પર્યાય અને પરનું લક્ષ છોડાવવા માટે પર્યાય હોવા છતાં એને ગૌણ કરીને વ્યવહાર કહી. પરવસ્તુ જે વ્યવહાર છે એ સ્વની અપેક્ષાએ અસત્ છે. સ્વદ્રવ્યની અપેક્ષાએ પરવસ્તુ અદ્રવ્ય છે. એવી રીતે ત્રિકાળીની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને અસત્-અસત્યા કહેવામાં આવી છે.
ભાઈ ! આ તો કેવળી પરમાત્માની કહેલી વાત છે. નિયમસાર ગાથા ૮ ની ટીકામાં કહ્યું છે કે “પરમાગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે.” આ તો અમૃતના પ્યાલા છે; જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે. વર્તમાનમાં બહુ જ ગરબડ છે. સત્ય વાતને નિશ્ચયાભાસ કહે છે. કહે છે કે વ્યવહારને માનતા નથી. પરંતુ કોણ કહે છે કે વ્યવહાર નથી ? વ્યવહાર છે, પરદ્રવ્ય છે, રાગ છે, પર્યાય છે. પરંતુ સમ્યગ્દર્શન અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાના પ્રયોજનની સિદ્ધિ અર્થે ત્રિકાળી દ્રવ્યને સત્ય કહ્યું અને પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી અસત્ય કહી છે. વેદાંતમાં આ દ્રવ્ય અને આ પર્યાય એવું કયાં છે? આ ગૌણ કરવું એવું કયાં છે? બધી જૂઠી વાત છે. વેદાંતમાં નિશ્ચયની વાતો બહુ કરે પણ પર્યાય અનિત્ય છે એમ વાત આવે ત્યાં ભડકે. જૈનમાં પણ વ્રત કરવાં, તપ કરવું, ઉપવાસ કરવા એમ વાત આવે તો સમજે, પણ અધ્યાત્મની વાત આવે તો ચમકે કે હું!
ભગવાન! એકવાર સાંભળ તો ખરો. જે પર્યાયને સ્પર્શતી નથી એવી તારી ચીજ અંદર પરમાત્મસ્વરૂપે પડી છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૯ મા બોલમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com