________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૧૭ એનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણ-શક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધનય આવા પૂર્ણશક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. જ્ઞાનમાં જે ભેદ પડે છે એ તો કર્મસંયોગથી છે. શું કહ્યું? આ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાનએ જે પર્યાયના ભેદો છે એ તો કર્મના નિમિત્તની અપેક્ષાથી છે. વસ્તુમાં ( જ્ઞાન-સ્વભાવમાં ) ભેદ નથી. શુદ્ધનયમાં કર્મ અને કર્મની અપેક્ષા ગૌણ છે. શુદ્ધનય તો એકમાત્ર પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ભાઈ ! આ ચીજને સમજવી એ કોઈ અલૌકિક પુરુષાર્થ છે.
વળી તે. ‘મારિ–અન્ત–વિમુp' આત્મસ્વભાવને આદિઅંતથી રહિત પ્રગટ કરે છે. વસ્તુ ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે. એ આદિ-અંતવિમુક્ત છે. જેવો આત્મા આદિ-અંત રહિત છે તેવો સ્વભાવ પણ આદિ-અંત રહિત છે. “છે” એની આદિ શું? “છે” એનો અંત શું? “છે' એમાં અપૂર્ણતા શું? “છે' એમાં વિકાર શું? ચીજ છે તે જ્યારે નજર નાખે ત્યારે ચીજ છે. શુદ્ધનય, કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવને પ્રગટ કરે છે. પરિણામિક એટલે જેમાં નિમિત્તના સદ્દભાવ કે અભાવની અપેક્ષા નથી એવો સહજસ્વભાવ. એકલો પરમ પરિણામિકસ્વભાવભાવરસ જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસ એવા અનંતરસનું જે અનાદિઅનંત એકરૂપ તેને પ્રગટ કરે છે. પરમાણુ જે પર્યાયવિનાનું (દ્રવ્ય) છે તેને પણ પારિણામિકભાવ કહે છે. અહીં તો જીવના જ્ઞાયક-ભાવરૂપ પરિણામિકની વાત છે. પર્યાય રહિત દ્રવ્ય એ પરમપારિણામિકભાવ છે. તેને શુદ્ધનય પ્રગટ કરે છે.
વળી તે, “ઘ' આત્મસ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. આત્મા અને પર્યાય એવા દ્વૈતભાવથી રહિત અભેદ એકાકાર પ્રગટ કરે છે. કોઈને લાગે કે વેદાંત જેવું તો નથી થઈ જતું ને? ભાઈ, વેદાંતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય છે જ કયાં? અહીં તો શુદ્ધનય એકરૂપ ચૈતન્યપ્રકાશનો પૂંજ જે પરમસ્વભાવભાવ તેને પ્રગટ કરે છે એમ વાત છે.
અને “વિનીન સર્ક્યુત્પ–વિ –નાનં' જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી એને સંકલ્પ કહે છે, એ મિથ્યાત્વ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com