________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧]
૧૬૭
પકડીને ૨મે એટલે તેમાં એકાગ્રતા કરે એમ વાત કહી છે. પર્યાય, રાગ કે નિમિત્ત તે ઉપાદેય નથી. વળી જિનવચનો તો નિશ્ચય અને વ્યવહાર બન્ને છે. બન્ને માં રમવું તે શું? તો કહે છે બંને ઉપાદેય હોઈ શકે જ નહી. પણ દિવ્યધ્વનિ એ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે-પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે.
વળી કેવું છે જિનવચન ? તો નિશ્ચય અને વ્યવહાર બંનેના વિરોધને મટાડનારું છે. નિશ્ચય અને વ્યવહાર બન્ને જિનવચનો છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિષયનો વિરોધ છે. તથા નિશ્ચયનું ફળ મોક્ષ અને વ્યવહારનું ફળ સંસાર છે. હસ્તાવલંબ જાણી જિનવચનમાં વ્યવહારનો ઘણો ઉપદેશ છે, પણ તેનું ફળ સંસાર કહ્યું છે. તો બંનેમાં રમેશી રીતે? જિનવચનમાં પ્રયોજનવશ વ્યવહારને ગૌણ કરી તથા નિશ્ચયને મુખ્ય કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે. તે એકમાં જ એકાગ્ર થવું એને ૨મવું એમ કહ્યું છે અને તે જ યથાર્થ ઉપદેશ છે.
હવે કહે છે–એ જિનવચનો સાંભળીને ધારણ કરવાં, ધારી રાખવાં, એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવાં એમ નહીં. ૧૪મી ગાથામાં આવે છે કે આત્મા
અબદ્ધ, અસ્પૃષ્ટ, આદિ પાંચ ભાવવાળો છે; ત્યાં શિષ્ય પૂછે છે કે –‘આ અબદ્ધ, અસ્પૃષ્ટ આદિ ભાવવાળા આત્માનો અનુભવ કેમ થઈ શકે? આનો અર્થ એમ કે શિષ્યે પ્રથમ ધારી રાખ્યું હતું કે આત્મા અબદ્ધ અપૃષ્ટ આદિ સ્વભાવવાળો છે તથા એને ઓળખી અનુભવ કરતાં જિનશાસન છે. તેથી તો એને પ્રશ્ન થયો કે આવા આત્માનો અનુભવ કેમ થઈ શકે? ત્યાં આચાર્યેખુલાસો કર્યો છે કે ભાઈ! રાગ છે, પુણ્ય છે, પર્યાય છે. પણ એ બદ્ધ–પૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ છે, કાયમ રહે એવી ચીજ નથી તેથી અનુભવ થઈ શકે છે. આમ જિજ્ઞાસુ પાત્ર જીવ સમકિત થતા પહેલાં ઉપદેશ બરાબર ધારી રાખતો હોય છે તેની અહીં વાત કરી છે.
આગળ કહે છે- તથા જિનવચનોને કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. અહીં જિનવચનોને કહેનાર જિનગુરુની ભક્તિ વગેરેનો ભાવ સમકિત થયા પહેલાં આવે છે એની વાત કરી છે. પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિના ફળમાં સમ્યગ્દર્શન થાય કે નહીં? ના. સમવસરણમાં ત્રણલોકના નાથ બિરાજમાન હોય છે, તેમની ભક્તિ અનંતવા૨ કરી. અરે! એની ભક્તિના ભાવથી સમ્યક્ત્વ ન પમાય એ તો ઠીક, એની ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો આખો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com