________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નંબર:
પ્રવચન નંબર:
૫૧.
દિનાંક: ૨૦–૧-૭૬ ૨૨-૧-૭૬
૫૨ ૫૪
| દિનાંક:
૨૧-૧-૭૬ ૨૩–૧-૭૬
૫૩
* સમયસાર ગાથા -૧૫ * સમસ્ત જૈનશાસનના રહસ્યની આ ગાથા છે સર્વજ્ઞ પરમેશ્વરનો જે માર્ગ છે. એ જ જૈનશાસનનો મોક્ષમાર્ગ છે.
* ગાથા -૧૫: ગાથાર્થ ઉપરનું પ્રવચન *
‘ય:' જે પુરુષ ‘ગાત્માનમ્' શુદ્ધઆનંદઘન ચૈતન્યસ્વરૂપ આત્માને ‘ગવદ્ધસ્કૃણમ્' અબદ્ધસ્કૃષ્ટ અર્થાત કર્મની સાથે બંધ અને સ્પર્શ રહિત, ‘મનન્યમ્' અનન્ય અર્થાત્ મનુષ્ય, નરક આદિ અન્ય અન્ય ગતિથી રહિત, ‘વિશેષ' અવિશેષ અર્થાત્ જ્ઞાન, દર્શન આદિ ગુણભેદ રતિ સામાન્ય એકરૂપ તથા ઉપલક્ષણથી (બે બોલ આ ગાથામાં નથી પણ ૧૪મી ગાથામાં આવી ગયા છે ) નિયત એટલે વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી રહિત અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય અને પાપ, સુખ-દુ:ખરૂપ કલ્પનાઓથી રહિત “પુણ્યતિ' દેખે છે એટલે કે અંતરમાં અનુભવે છે તે “સર્વમ નિનશાસનમ્” સર્વ જિનશાસનને “પશ્યતિ' દેખે છે. સમસ્ત જૈનશાસનનું રહસ્ય તે આત્માએ જાણી લીધું. ભગવાન આત્મા નિત્ય મુક્તસ્વરૂપ શુભાશુભભાવરહિત ત્રિકાળ શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. એવા આત્માનો અભ્યતર જ્ઞાનથી (ભાવશ્રુત જ્ઞાનથી) અનુભવ કરવો એ (અનુભવ) શુદ્ધોપયોગ છે. એ વીતરાગી પર્યાય છે અને એ જ જૈનધર્મ છે. રાગ વિનાની વીતરાગી દશા તે જૈનશાસન છે અને એ જ જૈનધર્મનું રહસ્ય છે.
આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એ જિનસ્વરૂપ જ છે. જિનવરમાં અને આત્મામાં કાંઈ ફેર નથી. કહ્યું છે :
“જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ, યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ,”
પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com