________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨O૧
ભાગ-૧ ] ઢંકાએલો છે. ત્યાં કંચન, કામિની અને કુટુંબ તો કયાંય બહાર રહી ગયાં-અજીવમાં રહી ગયાં. ફક્ત નવતત્વરૂપ ભેદોના પ્રેમની આડમાં આખો અભેદ આત્મા ઢંકાઈ ગયો છે એમ કહે છે.
ભેદની બુદ્ધિ કે રાગની બુદ્ધિ એ જ પર્યાયબુદ્ધિ છે. મિથ્યાદષ્ટિને મુખ્ય ગુણોની નિર્મળ પર્યાય તો છે જ નહીં. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ ગુણની પર્યાયો નિર્મળ છે; પણ (સામાન્યપણે ) અંશ જે પર્યાય એની પ્રીતિમાં આખો અંશી જે આત્મા ત્રિકાળી શુદ્ધ લુપ્ત થઈ ગયો છે. અરે ! અનાદિથી નવતત્ત્વના ભેદરૂપ વસ્તુના અનુભવથી જીવ મિથ્યાદષ્ટિ થઈ રહ્યો છે. એ નવતત્ત્વોમાં સંવર, નિર્જરા, મોક્ષ એ સાચાં નથી. (અપેક્ષિત છે). જ્ઞાયકભાવની દષ્ટિ થતાં એ સાચા સંવરાદિ પ્રગટ થાય છે અને ત્યારે પર્યાયબુદ્ધિ રહેતી જ નથી, હોતી જ નથી. ( જ્ઞાયકભાવની દષ્ટિ પર્યાયબુદ્ધિના અભાવપૂર્વક હોય છે) બાપુ! તું જેની રુચિમાં હોઈશ ત્યાં રહીશ. અનંતકાળ રહેવું તો છે ને? જો પર્યાયબુદ્ધિની રુચિમાં હોઈશ તો મિથ્યાત્વમાં રહીને ચાર ગતિમાં રખડીશ. તથા જો દ્રવ્ય-દષ્ટિ-જ્ઞાયકની દષ્ટિમાં હોઈશ તો નિર્મળ પરિણમન થતાં સંસારથી મુક્ત થઈ નિર્મળતામાં રહીશ. ભાઈ ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એમ નથી, આ તો સહજનો ધંધો છે.
હવે કહે છે-“વમાની-નાપે નિમનું નવ રૂવ' જેમ વર્ષોના સમૂહમાં છુપાયેલ એકાકાર સુવર્ણને બહાર કાઢે એટલે જુદા જુદા રંગભેદમાં એકાકાર સોનું તો પડ્યું જ છે તેને અગ્નિની આંચ આપી બહાર કાઢે છે. આંચ આપતાં તેર-વલું, ચૌદવલું. પંદર-વલું એમ વર્ણભેદ પડે એમાં એકરૂપ એકાકાર સુવર્ણ પડયું છે એને બહાર કાઢે તેમ ‘ઉન્નીયમાનમ્' નવતત્ત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. અહાહા..! “જ્ઞાન તે આત્મા” એ જે અનુમાન થાય એ પણ વિકલ્પ છે, ભેદ છે. પણ એ વિકલ્પથી રહિત એકલો જ્ઞાયકભાવ શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવ્યો છે. ‘મથ' માટે હે ભવ્યજીવો! ‘સતતવિવ$' નિરંતર આ ચૈતન્યજ્યોતિને અન્યદ્રવ્યોથી તથા તેમનાથી થતા પુણ્ય, પાપ આદિ નૈમિત્તિક ભાવોથી ભિન્ન ‘છાં' એકરૂપ ‘દશ્યતામ્' દેખો. સર્વ પ્રકારે એકરૂપને અનુભવો. નવતત્ત્વમાં આ એકરૂપ જ્ઞાયક જ સર્વસ્વ છે, એ એક જ સમ્યગ્દર્શનનો વિષય છે. તે એકરૂપ જ્ઞાયકને છે, ચારિત્ર તો પછી હોય. તેથી કહે છે આ એકરૂપ આત્માને જ દેખો-અનુભવો. ‘પ્રતિપમ્ ઉદ્યોતમાનમ્' આ જ્યોતિ પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિચમત્કારમાત્ર પ્રકાશમાન છે. અરેરે ! આવી વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com