________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
[ સમયસાર પ્રવચન
સાંભળવા પણ ન મળે એ શું કરે? ક્યાં જાય ? નિરાધાર, અશરણ થઈને ચારગતિમાં રખડયા કરે. અહીં શરણની ચીજ શું છે એ દર્શાવતાં કહે છે-પ્રતિક્ષણ પર્યાય પર્યાયે આ ચૈતન્ય તો ભિન્ન પ્રકાશમાન-ઉધોતમાન છે.
* કળશ ૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિવિધ રૂપે દેખાતો હતો, ભિન્ન ભિન્ન પર્યાયમાં ભિન્ન ભિન્ન દેખાતો હતો; તેને શુદ્ઘનયે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડયો છે. એ વસ્તુએ સમ્યક્દર્શનનો વિષય, આ એકરૂપ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે; દેવ-ગુરુ-શાસ્ત્રના આશ્રયે કે શુભાગના આશ્રયે કે ઉઘાડરૂપ ક્ષયોપશમના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. તેથી હવે સદા એકાકાર જ્ઞાયકભાવનો જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો. પર્યાયનો એકાંત અનુભવ મિથ્યાત્વ છે. તેથી પર્યાયબુદ્ધિ છોડો. એમ બહારમાં અને અંતરમાં નગ્ન એવા દિગંબર સંતોકુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ ગુરુઓનો ઉપદેશ છે.
ગાથા-૧૩ : ( ચાલુ ) આગળની ટીકા ૫૨નું પ્રવચન
નવતત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો. નવતત્ત્વોમાં જેટલા ભેદો છે તે સર્વ દૂર કરી અભેદ એક જ્ઞાયકભાવને જ ભૃતાર્થ કહ્યો; કેમકે એક ભૂતાર્થના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. આવી વસ્તુસ્થિતિ છે.
જેમ નવતત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે જ્ઞાયકભાવપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૃતાર્થ છે. એકપણે પ્રકાશમાન આત્માના અધિગમનો એટલે જાણવાનો વાસ્તવિક ઉપાય તો જ્ઞાનની પર્યાયમાં (ભાવશ્રુત જ્ઞાનમાં) એક અખંડ ધ્રુવ જ્ઞાયકભાવને જાણવો-અનુભવવો એ છે. પણ ભગવાન સર્વજ્ઞદેવે કહેલી તત્ત્વવસ્તુને, ૫૨મતમાં કહેલા તત્ત્વથી ભિન્ન જાણવા, નિશ્ચિત કરવા (સવિકલ્પ દશામાં) જે પ્રમાણ, નય અને નિક્ષેપ છે તે અધિગમના ઉપાયો કહ્યા છે. છતાં એ બધા વિકલ્પો છે. એના આશ્રયે વસ્તુતત્ત્વનો અનુભવ પ્રાપ્ત થતો નથી. તેથી અંતરંગ પ્રકાશમાન સ્વરૂપના અનુભવની અપેક્ષા એ સર્વ નિશ્ચયથી અમૃતાર્થ છે, જાઠા છે. પ્રમાણ, નય, નિક્ષેપના ભેદો જે પ્રથમ વિકલ્પકાળમાં હોય છે તે વ્યવહારથી સત્ય છે, પણ અંતર અનુભવષ્ટિમાં એ બધા અભૃતાર્થ છે; કેમકે આવા વિકલ્પોથી આત્મા જણાય એવો નથી પણ નિર્વિકલ્પ અનુભવથી જ જણાય એમ છે. સહજ આત્મસ્વરૂપ એ સ્વાભાવિક સહજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com