________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૦૩ દષ્ટિથી જ જણાય એવું છે. પ્રમાણાદિના વિકલ્પથી નહીં. તેથી પ્રમાણાદિ વિકલ્પોમાં પણ આત્મા એક જ પ્રકાશમાન છે.
હવે કહે છે- શેય અને વચનોના ભેદથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. જ્ઞયના પ્રકાર : નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વગેરે. જ્ઞાનના પણ અનેક પ્રકાર છેનિશ્ચય, વ્યવહાર આદિ. તેમાં પહેલાં પ્રમાણ બે પ્રકારે છે : એક પરોક્ષ અને બીજું પ્રત્યક્ષ. ઉપાત્ત અને અનુપાત્ત બે પરદ્વારો વડે પ્રવર્તે તે પરોક્ષ છે. ઉપાત્ત એટલે ઇન્દ્રિય, મન વગેરે પર પદાર્થો જે મેળવેલા છે, અનુપાત્ત એટલે પ્રકાશ, ઉપદેશ વગેરે અણમેળવેલા પર પદાર્થો. તે બન્ને પરદ્વારોથી જણાય તે પરોક્ષ છે. જાઓ, સર્વજ્ઞની વાણી, આગમપ્રમાણ એ પરોક્ષ છે. અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે, જેમાં મન, ઇન્દ્રિય આદિ કે ઉપદેશ આદિનો સંબંધ નથી એવા આત્માના આશ્રયે જ સીધું પ્રવર્તે તે પ્રત્યક્ષ છે.
પ્રમાણજ્ઞાન પાંચ પ્રકારે છે : મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય અને કેવળજ્ઞાન. તેમાં મતિ અને શ્રુતજ્ઞાન બે પરોક્ષ છે, અવધિ અને મન:પર્યયજ્ઞાન એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ છે. તે બને, પ્રમાતા-જાણનાર, પ્રમાણ-જ્ઞાન, પ્રમેય-જાણવા લાયક વસ્તુ-એ ભેદોને અનુભવતાં ભૂતાર્થ છે. વ્યવહારથી એ વિકલ્પો છે એ અપેક્ષાએ સત્યાર્થ છે, પણ એ કાંઈ સમ્યગ્દર્શનનો વિષય નથી.
અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે, જેમાં પ્રમાણાદિના ભેદોનું લક્ષ અસ્ત થઈ ગયું છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. અનંત અનંત આનંદ, જ્ઞાન, શાંતિ, પ્રભુતા, ઇશ્વરતા આદિ જેનું એક સ્વરૂપ છે એવા એકરૂપ ચૈતન્યનો અનુભવ કરતાં તે પ્રમાણના ભેદો અસત્યાર્થ છે.
લોકો કહે છે-રાગની મંદતા કરતાં કરતાં અનુભવ થાય. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એટલે કે કષાયની મંદતા એ વ્યવહાર સાધન હોય તો નિશ્ચય આવે. પણ આ તન જૂઠી વાત છે. અહીં તો કહે છે કે પ્રમાણના ભેદો ઉપર જ્યાંસુધી લક્ષ છે ત્યાંસુધી સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ આત્મા તે અનુભવમાં આવતો નથી. જીવને ક્રોધ, માન, માયા, લોભવાળો જાણવો એ તો પર્યાયબુદ્ધિ છે જ, પણ તેને મતિ, શ્રુત આદિ પર્યાયના (પ્રત્યક્ષ, પરોક્ષ પ્રમાણના) ભેજવાળો જાણવો એ પણ પર્યાયબુદ્ધિ છે, મિથ્યાદષ્ટિ છે.
ભગવાને કહેલો જે આત્મા એને જાણવા માટે આ ઉપાયો કહ્યા તે ( પ્રથમ અવસ્થામાં) સાચા છે, કેમકે બીજા અન્યમતીઓ આત્માને અનેક પ્રકારે કલ્પના કરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com