________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
[ સમયસાર પ્રવચન કહે છે. અન્યમતીઓ કહે છે તેનાથી ભિન્ન આત્માનો યથાર્થ નિર્ણય કરવા આ ઉપાયો કહ્યા છે તે બરાબર છે. પરંતુ એ દ્વારા આત્મા જણાય એમ નથી.
વિકલ્પ દ્વારા જાણતાં કેવળજ્ઞાનનું પ્રત્યક્ષપણું ખ્યાલમાં આવે, કેવળજ્ઞાન એક સમયમાં ત્રણ-કાળ ત્રણ લોકને પ્રત્યક્ષ જાણે એવો નિર્ણય આવે, તથા અવધિ, મન:પર્યય દેશ પ્રત્યક્ષ છે એમ વિકલ્પથી નક્કી થાય, પરંતુ એ તો બધો ભેદનો પક્ષ છે. ભગવાન આત્મા અખંડ એકરૂપ ચિદાનંદઘનના એકપણાના અનુભવમાં આ ભેદનું આલંબન નથી. આવી વાત છે, બહુ ઝીણી, ભાઈ. આ તો વીતરાગનો માર્ગ વીતરાગી પર્યાયરૂપ ઉત્પન્ન થતો ભાવ છે, અને તે પૂર્ણવીતરાગ ચૈતન્ય સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી તો કહે છે કે અખંડ એક વીતરાગમૂર્તિ પૂર્ણ ચૈતન્યભગવાનનો અનુભવ કરતાં આ પ્રમાણના ભેદો અભૂતાર્થ છે. અહાહા...! આ તો અંતરની લક્ષ્મી (ચૈતન્યલક્ષ્મી ) પ્રાપ્ત કરવાના ઉપાયની વાત છે, બહારની ધૂળથી શું પ્રયોજન?
હવે નય સંબંધી કહે છે. નય બે પ્રકારે છે : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. જે નય દ્રવ્યનું લક્ષ કરે એને દ્રવ્યાર્થિક નય કહીએ અને જે નય પર્યાયનું લક્ષ કરે એને પર્યાયાર્થિક નય કહીએ. દ્રવ્ય જેનું પ્રયોજન છે એ દ્રવ્યાર્થિક અને પર્યાય જેનું પ્રયોજન છે એ પર્યાયાર્થિક.
ત્યાં દ્રવ્ય-પર્યાય વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે દ્રવ્યને મુખ્યપણે જણાવે તે દ્રવ્યાર્થિકાય છે. અહીં અનુભવ એટલે સમ્યગ્દર્શન એ વાત નથી. ( વિકલ્પપૂર્વક જાણવાના અર્થમાં અનુભવ શબ્દ છે) અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે પર્યાયનું મુખ્યપણે જ્ઞાન કરાવે તે પર્યાયાર્થિક નય છે.
ભૂતાર્થનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. ત્યાં જે ભૂતાર્થને મુખ્ય કહ્યો તે કોઈ રીતે ક્યારેય ગૌણ ન થાય. ભૂતાર્થ જે ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ જેના આશ્રયે સમ્યગ્દર્શન થાય તે તો મુખ્ય જ છે, હંમેશાં મુખ્ય છે. અહીં જાણવામાં મુખ્ય, ગૌણ થાય એ બીજી વાત છે. આમાં વળી પર્યાય પણ મુખ્યપણે આવે છે. પરંતુ અનુભવમાં (અનુભવના વિષયમાં) પર્યાય કદી મુખ્ય હોઈ શકે નહીં. શું કીધું? જે ભૂતાર્થ ત્રિકાળી ચીજ છે, પુણ્ય-પાપના વિકલ્પ વિનાની, એક સમયની પર્યાય વિનાની, તે નિત્ય સત્ય છે, અને જે પર્યાય છે એને ગૌણ કરીને અસત્ય કહી છે. પર્યાય કદીય મુખ્ય થાય એમ બને નહીં. પણ અહીં જે બન્નેને મુખ્ય કહ્યાં છે તે જાણવા માટે કહ્યાં છે. (જાણવાની અપેક્ષાએ છે.)
તે બને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં એટલે કે દ્રવ્ય અને પર્યાયના ભેદથી-ક્રમથી જાણવામાં આવે તો એ ભૂતાર્થ છે. પર્યાયલક્ષે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com