________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
( [ સમયસાર પ્રવચન (માનિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्।
તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાંતીઓની જેમ મિથ્યાષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્ય પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દષ્ટિમાં જે બદ્ધસ્પષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દષ્ટિમાં બદ્ધસ્કૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્ય સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું.
વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત, બદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કંથચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છમસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર-દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ-બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો.
અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલસરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ:- [ નત તમ્ gવ સચસ્વભાવનું અનુમવતુ] જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે [2] જ્યાં [ ગમી વર્બસ્કૃષ્ટમાવી:] આ બદ્ધસ્પષ્ટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com