________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૫૭ જેમ-અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકારના યોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, જ્ઞય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સેંધવની ગાંગડી, અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વત: એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
ભાવાર્થ- અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન શયોમાં જ –ઇંદ્રિયજ્ઞાનના વિષયોમાં જ-લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઈદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ શેયમાત્ર આસ્વાદે છે પરંતુ જ્ઞયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞયોમાં આસક્ત નથી તેઓ યોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે, –જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જાદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.
હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com