________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫
जो पस्सदि अप्पाणं अबद्धपुठं अणण्णमविसेसं। *अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।१५।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्। अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ।।१५।।
હવે, આ અર્થરૂપ ગાથા કહે છે:
અબદ્ધષ્ટઅનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
ગાથાર્થઃ- [ :] જે પુરુષ [માત્માન+] આત્માને [૧દ્ધપૃષ્ટમ] અબદ્ધસ્કૃષ્ટ, [ગનન્યમ્ ] અનન્ય, [વિશેષ{] અવિશેષ ( તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત [પશ્યતિ] દેખે છે તે [ સર્વ નિનશાસન] સર્વ જિનશાસનને [પશ્યતિ] દેખે છે-કે જિનશાસન [ 'માવેશસાન્તમä] બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ટીકાઃ- જે આ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ ( પ્રગટપણું ) અને વિશેષ (જ્ઞયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તોપણ જેઓ અજ્ઞાની છે, યોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દષ્ટાંતથી બતાવીએ છીએ:
* પાઠાન્તર: અપડેસસુત્તમર્ફી ૧. અપશક દ્રવ્યશ્રત; સાન્તજ્ઞાનરૂપી ભાવૠત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com