________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૪૩ અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંતધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા અનંતધર્મસ્વરૂપ છે. આત્મામાં ગુણો અને પર્યાયો એ બધા આત્માએ ધારી રાખેલા ભાવ હોવાથી એ આત્માના ધર્મ છે. પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા છે તે પર્યાયે ધારી રાખેલ છે તેથી ધર્મ છે. એમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ધર્મો તો સ્વાભાવિક છે. અને પર્યાયમાં જે પુણ્ય-પાપ આદિ છે તે કર્મના સંયોગથી થાય છે અને એનાથી આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે. રાગ-દ્વેષાદિ તીવ્ર હોય તો નરક કે તિર્યંચાદિમાં જાય છે અને મંદ હોય તો દેવ કે મનુષ્ય થાય છે. એ બધી સંસારની પ્રવૃત્તિ છે. તે સંબંધી જે સુખદુઃખ આદિ થાય છે તેને આત્મા ભોગવે છે. ખરેખર તો નરક કે સ્વર્ગમાં કયાંય સુખ નથી પણ તેની કલ્પના કરીને આત્મા સુખદુ:ખ ભોગવે છે. મનુષ્ય કરતાં સ્વર્ગમાં ઘણી અનુકૂળ સામગ્રી છે. પણ એના પર લક્ષ જતાં પાપભાવ થાય છે અને એ દુઃખરૂપ જ છે. સ્વર્ગના જીવો પણ દુઃખી જ છે. વર્તમાન પર્યાયમાત્રને જ જોવી, રાગાદિને જોવા એ આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે. તેને અનાદિ-અનંત એક આત્માનું જ્ઞાન નથી.
ભગવાન આત્મા છે, છે, છે-એમ ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ-એકસદેશ પ્રવાહ અનાદિ-અનંત છે. આવા એકરૂપ આત્માનું જ્ઞાન પર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવોને હોતું નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. જૈનમત સિવાયના અન્યમતમાં સર્વજ્ઞ જ નથી. તેથી એમાં આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવનાર પણ કોઈ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે અંતરમાં જે પૂર્ણ “જ્ઞ” સ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ પડ્યો છે એના પૂર્ણ અવલંબનથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી. અને એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી એ આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ (બીજામાં નથી એવો) ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. એને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પર્યાય છે ખરી, પણ હું પર્યાય જેટલો જ છું એવો પક્ષપાત છૂટી જાય છે. પર્યાયનો નાશ થઈ જાય છે એમ નહીં, પણ હું અખંડ એક જ્ઞાયકભાવ છું એમ દષ્ટિ થતાં પોતાને વર્તમાન રાગાદિ પર્યાય જેટલો માન્યો છે એ પક્ષપાત મટી જાય છે.
શરીર, કર્મ આદિ પદ્રવ્યોથી, તેમના ભાવોથી અને નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી એકરૂપ જ્ઞાયકભાવનો જીવ અનુભવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવરૂપ પરિણમતો નથી. આત્મામાં બે ભાગ પડે છે. એક ધ્રુવ, ધ્રુવ એક જ્ઞાયકભાવ તે દ્રવ્ય અને બીજી વર્તમાન પર્યાય. જેમાં રાગદ્વેષાદિ ભાવો થાય છે. એમાં પર્યાયદષ્ટિ એ વ્યવહારદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. એ પર્યાયની દષ્ટિ છોડીને એનાથી પ્રતિપક્ષ
Please inform us of any errors on
[email protected]