________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
[ સમયસાર પ્રવચન નાશ થઈ જશે. ચોથું, પાંચમું, છઠ્ઠ આદિ ચૌદ ગુણસ્થાનો જે વ્યવહારનયના વિષય છે, તે છે મોક્ષનો ઉપાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તે (વ્યવહાર) છે. ચૌદ ગુણસ્થાન દ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં નથી એમ જ કહો તો તીર્થનો નાશ થઈ જશે. અને તેથી તીર્થનું ફળ જે મોક્ષ અને સિદ્ધપદ તેનો પણ અભાવ થઈ જશે. એમ થતાં જીવના સંસારી અને સિદ્ધ એવા જે બે ભાગ પડે છે એ વ્યવહાર પણ રહેશે નહી.
બહુ ગંભીર અર્થ છે, ભાઈ ! ભાષા તો જાઓ. અહીં મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહ્યું અને વસ્તુ જે છે તેને તત્ત્વ કહ્યું છે. ત્રિકાળી ધ્રુવ ચૈતન્યઘન જે વસ્તુ તે નિશ્ચય છે. તે વસ્તુને જો ન માનો તો તત્ત્વનો નાશ થઈ જશે. અને તત્ત્વના અભાવમાં, તત્ત્વના આશ્રયે ઉત્પન્ન થતું જે મોક્ષમાર્ગરૂપ તીર્થ તે પણ રહેશે નહી. આમ નિશ્ચય વસ્તુને ન માનતાં તત્ત્વનો અને તીર્થનો બન્નેનો નાશ થઈ જશે માટે વસ્તુસ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું.
જ્યાંસુધી પૂર્ણતા થઈ નથી ત્યાંસુધી નિશ્ચય અને વ્યવહાર બન્ને હોય છે. પૂર્ણતા થઈ ગઈ એટલે પોતે પોતમાં પૂર્ણ સ્થિર થઈ ગયો ત્યાં સઘળું પ્રયોજન સિદ્ધ થઈ ગયું પ્રમાણ થઈ ગયું, તીર્થફળ આવી ગયું.
ભાઈ ! અશુભથી બચાવ શુભરાગ આવે ખરો, પણ એ કાંઈ મૂળમાર્ગ એટલે કે મોક્ષમાર્ગ નથી. ત્યારે કોઈ શુભરાગ અને તેનાં નિમિત્ત અરહંતાદિને મૂળથી ઉડાડ તો એમ પણ નથી. પ્રતિમા, મંદિર, વગેરે છે પણ એ શુભરાગનાં નિમિત્ત છે, એનો આશ્રય કરતાં ધર્મ નથી. ધર્મ તો એકમાત્ર ત્રિકાળી ચૈતન્યભગવાન પૂર્ણાનંદના આશ્રય વિના બીજી કોઈ રીતે ન થાય. વસ્તુ તો અખંડ પૂર્ણ કૃતકૃત્ય છે. કરવું એ પર્યાયમાં આવ્યું. મોક્ષમાર્ગ કરવો છે, થાય છે, એ વ્યવહાર થયો.
* ભાવાર્થ ઉપરનું પ્રવચન * લોકમાં સોળવલું સોનું પ્રસિદ્ધ છે; પંદરવા સુધી સોનામાં ચુરી, તાંબાનો ભાગ વગેરે રહે છે. એ સોનાને તાપ આપતાં પૂર્ણ શુદ્ધ થઈ જાય એને સોળવલું સોનું કહે છે. પંદરવલા સુધી સોનું અશુદ્ધ છે. જે જીવોને સોનાનાં પૂર્ણ જ્ઞાન, શ્રદ્ધાન અને પ્રાપ્તિ થઈ ગયાં તેમને પંદરવલાનું કાંઈ પ્રયોજન નથી. પૂર્ણ શુદ્ધ થઈ ગયું ને? અને જેમને સોળવલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી તેમને પંદરવલા સુધીનું સોનું જાણવા જેવું છે. એ જાણવું પ્રયોજનભૂત છે.
એવી રીતે જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી પર્યાયમાં અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. ત્યાં જેમને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન જ્ઞાયકભાવમાત્ર જે ચૈતન્યસૂર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com