________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૬૫ પૂર્ણસ્વરૂપ છે તેનાં શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ પ્રાપ્તિ થઈને પૂર્ણદશા પ્રાપ્ત થઈ ગઈ છે એમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનનો કે મતલબનો નથી, કેમકે અશુદ્ધતા છે જ નહી. પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી જાણવા માટે પ્રયોજનવાન છે. કેટલાક લોકો આમાંથી એમ અર્થ કાઢે છે કે ૧૨મી ગાથામાં વ્યવહાર કરવો એમ કહ્યું છે. પણ ખરેખર એમ છે જ નહીં. અહીં તો જણાવ્યું છે કે એ કાળે આવો વ્યવહાર હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે, પણ પૂર્ણદશા થઈ નથી એને આવો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી.
જ્યાંસુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાંસુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનો સાંભળવાં. આવો ભાવ સમ્યગ્દર્શન થવા પહેલાં હોય છે એની વાત છે. અહીં “યથાર્થ ઉપદેશ એના પર વજન છે. આમ જ્યાં ત્યાંથી કહે છે કે દાન કરો, વ્રત કરો, તો સમકિત થશે અને ધર્મ થશે તો એ જિનવચન નથી, યથાર્થ ઉપદેશ નથી. આ ઉપદેશ સાંભળવા લાયક નથી. જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે એમ કહ્યું છે. તથા આત્માવલોકન શાસ્ત્રમાં આવે છે કે- મુનિઓ વારંવાર (મુહુર્મુઠ્ઠ:) વીતરાગભાવનો ઉપદેશ આપે છે. એટલે નિમિત્ત, રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી શાકભાવનું લક્ષ કરો જેથી સમ્યગ્દર્શનાદિ વીતરાગતારૂપ ધર્મ થાય. આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમકે વીતરાગભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે.
વળી જેમનાથી ઉપદેશ મળે એમ ન કહેતાં જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એમ ભાષા વાપરી છે. એમાં પણ ભાવ છે. અહીં ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી સપુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથાં ફોડે તો મિથ્યાત્વની જ પુષ્ટિ થાય છે. તેથી યથાર્થ ઉપદેશદાતાનો પણ નિર્ણય કરવાની જવાબદારી છે. જે પુરુષના વચનો વીતરાગતાની પુષ્ટિ કરે તેમનાં જ વચનો સાંભળવા યોગ્ય છે. એવા સપુરુષ પણ શોધી કાઢવા પડશે. શ્રીમદે કહ્યું છે ને કે “સપુરુષને શોધ”. ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાનાં પોષક હોવાં જોઈએ. જુઓ, નિમિત્ત પણ યથાયોગ્ય હોય છે. વીતરાગનાં વચનો તો એવાં હોય છે કે તે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે.
જિનવચનો સાંભળવાં, ગુરુનાં વચનો સાંભળવા એ છે તો શુભ વિકલ્પ. પણ જે તે કાળે આવો વિકલ્પ હોય છે. અહીં સમ્યગ્દર્શન પામવા માટે જિનવચન સાંભળવું એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com